<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

સૌરાષ્ટ્રથી હરિદ્વારની યાત્રા બનશે વધુ સરળ: વેરાવળ અને ઓખાથી નવી એસી ટ્રેનોને મંજૂરી: સત્તાવાર પરિપત્ર જાહેર થયો બંને સેવાઓ દિલ્હી, રેવાડી, અલવર, જયપુર, અજમેર અને આબુરોડ સહિતનાં મહત્વનાં સ્ટેશનોને જોડશે: ઇકોનોમી એસી કોચની ખાસ સુવિધા

હરિદ્વાર–વેરાવળ એક્સપ્રેસ દર બુધવાર અને રવિવારે સવારે ૪ વાગ્યે હરિદ્વારથી નીકળી બીજા દિવસે સવારે ૮:૧૫ વાગ્યે વેરાવળ પહોંચશે: પરત વેરાવળથી દર સોમવાર અને ગુરુવારે સવારે ૧૧:૦૫ વાગ્યે ઊપડી બીજા દિવસે સાંજે ૬ વાગ્યે હરિદ્વાર પહોંચશે: ગુજરાતમાં પાલનપુર, મહેસાણા, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, ગોંડલ, જેતલસર, જૂનાગઢ અને કેશોદ ખાતે રોકાણ રહેશે

હરિદ્વાર–ઓખા એક્સપ્રેસ દર શુક્રવારે સવારે ૪ વાગ્યે હરિદ્વારથી રવાના થઈ શનિવારે સવારે ૮:૧૫ વાગ્યે ઓખા પહોંચશે. પરત ટ્રેન ઓખાથી દર શનિવારે સવારે ૧૦:૨૦ વાગ્યે ઊપડી રવિવારે સાંજે ૬ વાગ્યે હરિદ્વાર પહોંચશે: આ ટ્રેનને પાલનપુર, મહેસાણા, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા અને દ્વારકા ખાતે સ્ટોપ અપાયું છે
રાજકોટ: સૌરાષ્ટ્રના પ્રવાસીઓ અને તીર્થયાત્રીઓ માટે હરિદ્વાર જવાની વધુ સુવિધા ઊભી થવા જઈ રહી છે. રેલવે બોર્ડે હરિદ્વાર–વેરાવળ અને હરિદ્વાર–ઓખા વચ્ચે બે નવી વાતાનુકૂલિત એક્સપ્રેસ ટ્રેનોને મંજૂરી આપી છે. સાથે બાંદ્રા ટર્મિનસ–દિલ્હી સરાય રોહિલ્લા ગરીબરથ એક્સપ્રેસને હરિદ્વાર સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે. બંને નવી ટ્રેનોને રાજકોટમાં રોકાણ અપાયું છે. 
આપેલા તા. ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ના પરિપત્ર મુજબ, ટ્રેન નંબર ૧૪૩૨૬ હરિદ્વાર–વેરાવળ એક્સપ્રેસ દર બુધવાર અને રવિવારે સવારે ૪ વાગ્યે હરિદ્વારથી નીકળી બીજા દિવસે સવારે ૮:૧૫ વાગ્યે વેરાવળ પહોંચશે. 
પરત ટ્રેન નંબર ૧૪૩૨૫ વેરાવળથી દર સોમવાર અને ગુરુવારે સવારે ૧૧:૦૫ વાગ્યે ઊપડી બીજા દિવસે સાંજે ૬ વાગ્યે હરિદ્વાર પહોંચશે. 
ગુજરાતમાં પાલનપુર, મહેસાણા, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, ગોંડલ, જેતલસર, જૂનાગઢ અને કેશોદ ખાતે રોકાણ રહેશે.
ટ્રેન નંબર ૧૪૩૨૮ હરિદ્વાર–ઓખા એક્સપ્રેસ દર શુક્રવારે સવારે ૪ વાગ્યે હરિદ્વારથી રવાના થઈ શનિવારે સવારે ૮:૧૫ વાગ્યે ઓખા પહોંચશે. પરત ટ્રેન નંબર ૧૪૩૨૭ ઓખાથી દર શનિવારે સવારે ૧૦:૨૦ વાગ્યે ઊપડી રવિવારે સાંજે ૬ વાગ્યે હરિદ્વાર પહોંચશે. આ ટ્રેનને પાલનપુર, મહેસાણા, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા અને દ્વારકા ખાતે રોકાણ અપાયું છે.
બંને સેવાઓ દિલ્હી, રેવાડી, અલવર, જયપુર, અજમેર અને આબુરોડ સહિતનાં મહત્વનાં સ્ટેશનોને જોડશે. પરિણામે સૌરાષ્ટ્રથી ઉત્તર ભારત જતાં મુસાફરોને વધુ વિકલ્પ મળશે અને સોમનાથ–દ્વારકા તથા હરિદ્વાર વચ્ચેની તીર્થયાત્રા વધુ સુગમ બનશે.
આ ટ્રેનમાં ખાસ ઇકોનોમી એસી કોચની સુવિધા આપવામાં આવેલ છે જેથી મુસાફરોને એસી સુવિધા કીફાયતી ભાવે મળી રહેશે. 
પરિપત્રમાં સેવા શરૂ કરવાની ચોક્કસ તારીખ તથા બુકિંગ ખુલવાની તારીખ દર્શાવાઈ નથી. તેથી આ નિર્ણયને નવી ટ્રેનોની મંજૂરી તરીકે સમજવાનો છે; નિયમિત સંચાલનના પ્રારંભ માટે રેલવેની અલગ જાહેરાતની રાહ જોવી પડશે

(9:38 PM IST)