તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th June 2026
અમેરિકા સાથે ગદ્દારી: ચીન માટે જાસૂસી કરવા બદલ અમેરિકન નાગરિક થોમસ પૌકનની કબૂલાત, ૧ લાખ ડોલર લીધાનો પર્દાફાશ
ચીની એજન્સી સિન્હુઆના પૂર્વ એડિટર થોમસ પૌકને અમેરિકી નેતાઓ અને સાયબર જાસૂસીની ગુપ્ત માહિતી ચીનને પહોંચાડવાનું કાવતરું રચ્યું

અમેરિકન નાગરિક અને ચીનની સરકારી ન્યૂઝ એજન્સી સિન્હુઆના પૂર્વ એડિટર થોમસ પૌકને ચીન માટે જાસૂસી કર્યાની કબૂલાત કરી છે. ચીની જાસૂસોના ઇશારે કામ કરવા બદલ તેને એક લાખ ડોલર ચૂકવાયા હતા.
અમેરિકાના ન્યાય વિભાગ દ્વારા જારી કરાયેલા અહેવાલ મુજબ, ચીનમાં કામ કરતા અમેરિકન નાગરિક થોમસ વેઇર પૌકન દ્વિતીયે ચીનના એજન્ટ તરીકે કામ કર્યાની કબૂલાત કરી છે. થોમસ પૌકન અગાઉ ચીનની સરકારી પ્રેસ એજન્સી 'સિન્હુઆ' માટે એડિટર તરીકે કામ કરતો હતો અને છેલ્લા ઘણા મહિનાઓથી નિષ્ક્રિય હતો.
પૌકને કબૂલ્યું છે કે તે ચીનના ત્રણ એજન્ટો "કેથી", "વિલિયમ" અને "રિચાર્ડ" ના સંપર્કમાં હતો, જેમણે તેને અમેરિકન રાજકારણીઓ સાથે સંબંધો બાંધવા અને સાયબર જાસૂસીની તકનીકોની માહિતી મેળવવાનું કામ સોંપ્યું હતું.
આ જાસૂસી માટે તેને ઓછામાં ઓછા ૧,૦૦,૦૦૦ ડોલર મળ્યા હતા. આ મુદ્દે આસિસ્ટન્ટ એટર્ની જનરલ જ્હોન એ. આઈઝનબર્ગે ૪ જૂન, ૨૦૨૬ ના રોજ જણાવ્યું હતું કે પૌકનનું આ કૃત્ય રાષ્ટ્ર સાથેનો વિશ્વાસઘાત છે અને તે રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો છે.*
(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
