<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

અફઘાનિસ્‍તાનમાં ધ્રૂજી ધરતીઃ ભૂકંપની તીવ્રતા ૩.૮ નોંધાઈ

કાબુલ,તા.૨૮: અફઘાનિસ્‍તાનમાં શનિવારે વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્‍ટર સ્‍કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૮ નોંધાઈ હતી. ભૂકંપ સવારે ૬ વાગ્‍યે ૨૫ મિનિટે આવ્‍યો હતો. તેની ઊંડાઈ જમીનથી ૧૧૭ કિલોમીટર નીચે હતી. ભૂકંપનું કેન્‍દ્ર ૩૪.૫૨૨ ઉત્તર અક્ષાંશ અને ૭૦.૬૩૬ પૂર્વ રેખાંશ પર હતું. હાલ ભૂકંપના કારણે કોઈ જાનમાલના નુકસાનના સમાચાર સામે આવ્‍યા નથી

પૃથ્‍વીની ઉપરની સપાટી અનેક મોટી અને નાની ટેક્‍ટોનિક પ્‍લેટોમાં વહેંચાયેલી છે. આ પ્‍લેટો સતત ગતિ કરતી રહે છે, પરંતુ તેમની ગતિ ખૂબ જ ધીમી હોય છે. જ્‍યારે આ પ્‍લેટો એકબીજા સાથે અથડાય છે અથવા એકબીજા સામે ઘસાય છે, ત્‍યારે તેમાં ભારે દબાણ અને ઊર્જા ઉત્‍પન્ન થાય છે. જ્‍યારે આ ઊર્જા અચાનક બહાર નીકળે છે, ત્‍યારે ધરતી ધ્રૂજવા લાગે છે.

(11:30 AM IST)