<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th August 2026

ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં તિરંગો શાનથી લહેરાયો: ભારતના ૮૦મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભારતીય સમુદાય ઉમટ્યો, કોન્સુલ જનરલ સાથે અભિનેતા અદિવી શેષ પણ દેશભક્તિના માહોલમાં રહ્યા હાજર

ન્યૂયોર્ક: વિશ્વપ્રસિદ્ધ ટાઇમ્સ સ્ક્વેરમાં ભારતના ૮૦મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ૧૫ ઓગસ્ટે તિરંગો લહેરાવવામાં આવ્યો. 

 

ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન્સ દ્વારા યોજાયેલા સમારોહમાં ન્યૂયોર્ક સ્થિત ભારતના કોન્સુલ જનરલ બિનય શ્રીકાંત પ્રધાને રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો. 

 

અભિનેતા અદિવી શેષ પણ કાર્યક્રમમાં જોડાયા અને ભારતીય સમુદાયે દેશભક્તિના નાદ સાથે ઉજવણી કરી. સમારોહ બ્રોડવે પર પશ્ચિમ ૪૩મી અને ૪૪મી સ્ટ્રીટ વચ્ચે સવારે ૧૦ વાગ્યે યોજાયો હતો. 

 

ફેડરેશન દ્વારા ૧૬ ઓગસ્ટે મેડિસન એવન્યુ પર ૪૪મી ઇન્ડિયા ડે પરેડનું પણ આયોજન છે. 

 

આ પરેડ પૂર્વોત્તર અમેરિકાના ભારતીય સમુદાયની સૌથી મોટી વાર્ષિક ઉજવણીઓમાં ગણાય છે અને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે યોજાય છે. ભારતીય સમુદાય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.

(1:12 PM IST)