હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
તૃણમૂલ સાંસદ મહુઆ મોઈત્રા પર ઈંડા ફેંકાયાઃ ઓફિસમાં પણ તોડફોડ
મોઇત્રાએ પોલીસ પર મોડા પહોંચીને મૂકપ્રેક્ષક બનવાનો આક્ષેપ કર્યો

નાદિયા,તા.૦૨: પヘમિ બંગાળના નાદિયા જિલ્લામાં TMC સાંસદ મહુઆ મોઇત્રાએ ભાજપ સમર્થકો પર ગંભીર આરોપ લગાવ્યા છે. કાલીગંજ સ્થિત તેમની પાર્ટી ઓફિસ પર ઈંડા અને રીંગણ ફેંકવામાં આવ્યા. મોઇત્રાએ પોલીસ પર મોડા પહોંચીને મૂકપ્રેક્ષક બનવાનો આક્ષેપ કર્યો. આ ઘટના કલકત્તા હાઈકોર્ટે ઈંડા ફેંકવાની ઘટનાઓમાં FIR નોંધવાના નિર્દેશ આપ્યા બાદ બની છે. ભાજપ કે પોલીસે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
ટીએમસી (TMC) સાંસદ મહુઆ મોઇત્રાએ આરોપ લગાવ્યો છે કે, ભાજપ (BJP) સમર્થકોએ તેમની પાર્ટી ઓફિસને નિશાન બનાવીને ઈંડા અને રીંગણ ફેંક્યા છે. આ ઘટના બાદ તેમણે પોલીસ પર પણ મોડા પહોંચવાનો અને મૂકપ્રેક્ષક બની રહેવાનો આરોપ લગાવ્યો છે. આ મામલો એવા સમયે સામે આવ્યો છે, જ્યારે કલકત્તા હાઈકોર્ટે ઈંડા ફેંકવા જેવી ઘટનાઓ પર કડક વલણ અપનાવતા દરેક મામલામાં FIR નોંધવાનો નિર્દેશ આપ્યો છે.
પヘમિ બંગાળના નાદિયા જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મહુઆ મોઇત્રાએ ભાજપ સમર્થકો પર ગંભીર આરોપો લગાવ્યા છે. મહુઆ મોઇત્રાનો દાવો છે કે, નાદિયાના કાલીગંજ સ્થિત અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસની પાર્ટી ઓફિસમાં તેમના પર ઈંડા અને રીંગણ ફેંકવામાં આવ્યા. તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપ સમર્થકો સતત પાર્ટી ઓફિસના ત્રીજા માળને નિશાન બનાવીને ઈંડા અને રીંગણ ફેંકી રહ્યા હતા.
મહુઆ મોઇત્રાએ સોશિયલ મીડિયા પર આ ઘટનાની માહિતી આપતા જણાવ્યું કે, પોલીસ ઘણી મોડી ઘટનાસ્થળે પહોંચી, પરંતુ ત્યાં હાજર હોવા છતાં, તેમણે કોઈ અસરકારક કાર્યવાહી ન કરી અને મૂકપ્રેક્ષક બની રહી. ફેસબુક લાઈવમાં તેમણે આરોપ લગાવ્યો કે, કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી નિભાવવાને બદલે પોલીસ માત્ર તમાશો જોતી રહી. જો કે, આ ઘટના પર હજી સુધી ભાજપ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. બીજી તરફ, પોલીસે પણ જાહેરમાં આ મામલે કોઈ વિગતવાર નિવેદન જાહેર કર્યું નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
