<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

થલાપતિ વિજય તમિલનાડુના CM બનતા જ તૃષાએ વરસાવ્યો પ્રેમ: 'ધ લવ ઈઝ ઓલવેઝ લાઉડર' કહી સોશિયલ મીડિયા પર મચાવી દીધી ખલબલી!

શપથ ગ્રહણ સમારોહમાં વિજયને જોતા જ તૃષાની આંખો છલકાઈ; હવે સુંદર તસવીરો સાથેની ક્રિપ્ટિક પોસ્ટે અફવાઓના બજારને કર્યું ગરમ

ચેન્નાઈ | તા.૧૧: તમિલ સુપરસ્ટાર થલાપતિ વિજયે ૧૦ મેના રોજ તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લઈને રાજકારણમાં નવો ઈતિહાસ રચ્યો છે. પરંતુ, આ ઐતિહાસિક ક્ષણની સાથે અત્યારે સૌથી વધુ ચર્ચા અભિનેત્રી તૃષા કૃષ્ણનની થઈ રહી છે. વિજયના મુખ્યમંત્રી બન્યાના બીજા જ દિવસે તૃષાએ સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ મૂકી છે જેણે ચાહકોમાં હલચલ મચાવી દીધી છે અને બંને વચ્ચેના કથિત સંબંધોની ચર્ચાઓને ફરી વેગ આપ્યો છે.
તૃષાએ ઈન્સ્ટાગ્રામ પર એ જ સાડીમાં ફોટોશૂટ શેર કર્યું છે જે પહેરીને તે વિજયના શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહી હતી. આ તસવીરો સાથે તેણે કેપ્શન લખ્યું છે, 'The Love Is Always Louder' (પ્રેમ હંમેશા વધુ પ્રભાવશાળી હોય છે). આ પોસ્ટે ઈન્ટરનેટ પર આગ લગાડી દીધી છે. ચાહકો પૂછી રહ્યા છે કે શું આ આડકતરી રીતે પ્રેમનો એકરાર છે?
 
જ્યારે મંચ પર વિજય શપથ લેતા હતા, ત્યારે તૃષા રડી પડી
રવિવારે ચેન્નાઈના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં જ્યારે હજારો સમર્થકો અને મહાનુભાવોની હાજરીમાં વિજય મુખ્યમંત્રી પદના શપથ લઈ રહ્યા હતા, ત્યારે કેમેરાની નજર પ્રેક્ષકોમાં બેઠેલી તૃષા પર પડી હતી. પોતાના જૂના મિત્ર અને સહ-કલાકારને આટલા મોટા રાજકીય શિખર પર જોઈને તૃષા અત્યંત ભાવુક થઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં તે સ્પષ્ટપણે પોતાની આંખના આંસુ રોકતી અને સ્મિત આપતી જોવા મળી રહી છે.
તેના આ ઈમોશનલ પળને જોઈને ચાહકો કહી રહ્યા છે કે આ માત્ર પ્રોફેશનલ મિત્રતા નથી, પણ બંને વચ્ચે કોઈ ઉંડો સંબંધ છે. આ દરમિયાન વિજયની માતા સાથેની તૃષાની મુલાકાતના વીડિયોએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
 
વર્ષો જૂની મિત્રતા અને અફવાઓનું બજાર
તૃષા અને વિજયે ઘણી સુપરહિટ તમિલ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને તેમની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી હંમેશા ચર્ચામાં રહી છે. ઓફ-સ્ક્રીન પણ તેઓ સારા મિત્રો છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમના રોમેન્ટિક રિલેશનશિપની અફવાઓ સતત ઉડતી રહી છે. જોકે, બંનેમાંથી કોઈએ પણ હજુ સુધી આ બાબતે સત્તાવાર મહોર મારી નથી.
તૃષાની લેટેસ્ટ પોસ્ટે ચાહકોને કમેન્ટ્સ કરવા મજબૂર કર્યા છે. એક યુઝરે લખ્યું, 'પ્લીઝ હવે તમારો સંબંધ જાહેર કરી દો', તો બીજાએ લખ્યું, 'આ તો લવ નહીં પણ અફેર છે'. વિજય હવે તમિલનાડુના સીએમની મહત્વની જવાબદારી સંભાળી રહ્યા છે, ત્યારે ગ્લેમર વર્લ્ડની આ 'મિત્રતા' આગામી સમયમાં કયું નવું વળાંક લેશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.

(5:14 PM IST)