News of Monday, 2nd November 2026
ચારધામ યાત્રાના અંતિમ દિવસોમાં શ્રદ્ધાળુઓની મુશ્કેલી વધી શકે : હેલિકોપ્ટર સેવા બંધ કરવા ઓપરેટર્સનો નિર્ણય
દરેક હેલિકોપ્ટરમાં બે પાયલોટ રાખવાની સૂચના આપવામાં આવી છે. જોકે, નવા નિયમો સાથે હેલિકોપ્ટર ઓપરેટર્સ સંમત ન થતાં તેમણે સેવા બંધ કરી દીધી

ચારધામ યાત્રાના અંતિમ દિવસોમાં શ્રદ્ધાળુઓની મુશ્કેલી વધી શકે છે. હેલિકોપ્ટર ઓપરેટર્સે હેલી સેવા બંધ કરવાનો નિર્ણય લેતાં યાત્રાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. DGCA દ્વારા સુરક્ષાના ભાગરૂપે દરેક હેલિકોપ્ટરમાં બે પાયલોટ રાખવાની સૂચના આપવામાં આવી છે. જોકે, નવા નિયમો સાથે હેલિકોપ્ટર ઓપરેટર્સ સંમત ન થતાં તેમણે સેવા બંધ કરી દીધી છે. આ ઉપરાંત ઓપરેટર્સે પત્ર લખીને DGCAને નવા નિયમો પાછા ખેંચવાની માગ કરી છે. ચારધામ યાત્રાના અંતિમ તબક્કામાં હેલિકોપ્ટર સેવા બંધ થવાથી ખાસ કરીને વૃદ્ધો અને અશક્ત શ્રદ્ધાળુઓની મુશ્કેલી વધી શકે છે.
(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
