તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
Truecaller સહિતની અન્ય ૨ એપ પર લાગશે પ્રતિબંધ
TRAI ની મોટી કાર્યવાહીની તૈયારી

નવી દિલ્હી, તા.૬: મોબાઈલ યુઝર્સમાં અત્યંત લોકપ્રિય એવી કોલર આઈડી એપ Truecaller સહિત ત્રણ મોટી એપ્સ પર ભારતમાં પ્રતિબંધ મુકાઈ શકે છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આ એપ્સ સામે મોરચો ખોલ્યો છે. ટ્રુકોલર ઉપરાંત હિયા અને હૂઝકોલ જેવી એપ્સ પણ સરકારના રડાર પર આવી ગઈ છે. આ એપ્સ પર આરોપ છે કે તેઓ વાણિજ્યિક વ્યવહારો માટે સત્તાવાર રીતે ફાળવવામાં આવેલા ૧૪૦૦ અને ૧૬૦૦ શ્રેણીના મહત્વના નંબરોને પણ ગેરકાયદેસર રીતે સ્પામ તરીકે દર્શાવી રહી છે, જે નિયમોનું સરેઆમ ઉલ્લંઘન છે. આ મામલે તકનીકી મર્યાદાઓને કારણે TRAI સીધી રીતે કોઈ ડિજિટલ એપ પર પ્રતિબંધ લગાવી શકતું નથી. આથી, ટેલિકોમ રેગ્યુલેટરે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્રોલોજી મંત્રાલય તેમજ ટેલિકોમ્યુનિકેશન વિભાગ પાસે IT એક્ટ હેઠળ આ પ્લેટફોર્મ્સ વિરુદ્ધ આકરા પગલાં લેવાની સત્તાવાર પરવાનગી માંગી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલાની ગંભીરતા જોઈને ટ્રાઈની માંગણીને લીલી ઝંડી આપી દીધી છે, જેથી હવે આ એપ્સ પર કાનૂની સકંજો કસાશે તે નક્કી દેખાઈ રહ્યું છે. બીજી તરફ, આ વિવાદ વચ્ચે ટ્રુકોલરે સત્તાવાર સ્પષ્ટતા જાહેર કરતા તમામ આરોપોને નકારી કાઢયા છે. કંપનીએ જણાવ્યું છે કે તેઓ કોઈપણ સરકારી કે નિર્ધારિત શ્રેણીના નંબરોને આપમેળે બ્લોક કે સ્પામ ટેગ કરતા નથી. જો કે, જો વિભાગ દ્વારા આ એપ્સના જવાબોથી સંતોષ નહીં મળે, તો ટૂંક સમયમાં જ તેમને કાનૂની નોટિસ ફટકારવામાં આવશે. જો આ મામલે સ્થાનિક ડેટા અને કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન સાબિત થશે, તો ભારતમાં કરોડો યુઝર્સ ધરાવતી આ એપ્સ સંપૂર્ણપણે બ્લોક થઈ શકે છે.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
