તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
ટ્રમ્પે પોતાને દુનિયાના બોસ કહ્યા?
ટ્રમ્પનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ

પેરિસ,તા.૧૮: ફ્રાન્સના એવિયન-લેસ-બેન્સમાં આયોજિત G7 સમિટના છેલ્લા દિવસે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ટ્રમ્પ મીટિગ શરૂ થાય તે પહેલાં અન્ય વિશ્વ નેતાઓને મળતા અને અભિવાદન કરતા દેખાય છે. આ વાતચીત દરમિયાન, તેમણે હળવાશથી ટિપ્પણી કરી, હું બોસ છું. વીડિયોમાં ટ્રમ્પ સ્થળ પર હાજર નેતાઓ પાસે જઈ તેમની સાથે હાથ મિલાવતા અને વાતચીત કરતા દેખાય છે. આ દરમિયાન તેમણે રમતિયાળ ટિપ્પણી કરી. હાજર નેતાઓએ સ્માઇલ સાથે જવાબ આપ્યો. આ વીડિયો સમિટના અંતિમ દિવસની સૌથી વધુ ચર્ચાસ્પદ બની ગયો અને સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર કરવામાં આવ્યો.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા આયોજિત, ૧૭ જૂનના રોજ એવિયન-લેસ-બેન્સમાં ૫૨મી ઞ્૭ સમિટ પૂર્ણ થઈ. વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓના નેતાઓએ કોન્ફરન્સમાં ભાગ લીધો. સમિટ દરમિયાન ચર્ચાઓમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક સહયોગ, AI, ઊર્જા સુરક્ષા અને ટકાઉ વિકાસ જેવા વિષયો આવરી લેવામાં આવ્યા હતા. અંતિમ દિવસે નેતાઓ વચ્ચે અનૌપચારિક બેઠકો, ભાગીદાર દેશો સાથે આઉટરીચ સેશન અને સમાપન સમારોહનો સમાવેશ થતો હતો. શિખર સંમેલનના સમાપન સમયે, રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પરિષદના મુખ્ય પરિણામોની રૂપરેખા આપી.
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
