<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

ટ્રમ્‍પે યુરોપિયન દેશો પર ટેરિફ બોમ્‍બ ફોડયોઃ હવે ગાડીઓ પર લાગશે ૨૫% ભારે ટેક્‍સ

અમેરિકાએ યુરોપિયન યુનિયન (EU) સાથે વધતા વ્‍યાપારી તણાવ વચ્‍ચે એક મોટો નિર્ણય લેતા યુરોપિયન કાર અને ટ્રક પર ઇમ્‍પોર્ટ ડ્‍યુટી વધારીને ૨૫% કરવાની જાહેરાત કરી : ટ્રમ્‍પનું કહેવું છે કે, આ નિર્ણય અમેરિકાના હિતોને ધ્‍યાનમાં રાખીને લેવામાં આવ્‍યો છે, પરંતુ હકીકતમાં આ ઈરાનવાળો દ્વેષ જણાય છે

 

વોશિંગ્‍ટન તા.૨: ટ્રમ્‍પે યુરોપિયન યુનિયનથી આવતી કાર અને ટ્રક પર ભારે ટેરિફ લાદી દીધો છે. અમેરિકાનો તર્ક છે કે, આ પગલું તેના ઘરેલું ઉદ્યોગો અને કામદારોના હિતોની રક્ષા માટે લેવામાં આવ્‍યું છે. આ જાહેરાત બાદ માત્ર યુરોપના મોટા કાર ઉત્‍પાદકોમાં જ નહીં, પરંતુ ગ્‍લોબલ માર્કેટમાં પણ તેની અસર દેખાવાની શક્‍યતા છે. ટ્રમ્‍પે ફરી એકવાર વિશ્વભરમાં ટ્રેડ વોર છેડી દીધો છે, જેના કારણે આવનારા અઠવાડિયામાં ઘણા મોટા ફેરફારો જોવા મળી શકે છે.

ટ્રમ્‍પે ફરી એકવાર વિશ્વભરમાં ટ્રેડ વોર છેડી દીધો છે, જેના પછી આવનારા અઠવાડિયામાં ઘણા મોટા ફેરફારો જોવા મળી શકે છે. ટ્રમ્‍પે આ ટેરિફની જાહેરાત કરતા લખ્‍યું છે કે, ‘આવતા અઠવાડિયે હું યુનાઇટેડ સ્‍ટેટ્‍સ અમેરિકામાં આવતી યુરોપિયન યુનિયનની કાર અને ટ્રક પર લાદવામાં આવતા ટેરિફમાં વધારો કરીશ. ટેરિફ વધારીને ૨૫% કરી દેવામાં આવશે'. ટ્રમ્‍પનો આરોપ છે કે, યુરોપિયન યુનિયન પૂરી રીતે વ્‍યાપાર કરારની શરતોનું પાલન નથી કરી રહ્યું, આ જ કારણે તેમની વિરુદ્ધ આ પગલું ભરવામાં આવ્‍યું છે.

તેમણે આગળ લખ્‍યું કે, ‘જો તેઓ અમેરિકાના પ્‍લાન્‍ટમાં કાર અને ટ્રકનું ઉત્‍પાદન કરે છે, તો કોઈ ટેરિફ નહીં લાગે. અત્‍યારે ઘણા ઓટોમોબાઈલ અને ટ્રક પ્‍લાન્‍ટ નિર્માણાધીન છે, જેમાં ૧૦૦ બિલિયન ડોલરથી વધુનું રોકાણ કરવામાં આવી રહ્યું છે, જે કાર અને ટ્રક નિર્માણના ઇતિહાસમાં એક રેકોર્ડ છે. આ પ્‍લાન્‍ટ ટૂંક સમયમાં ખુલવાના છે, જેમાં અમેરિકન વર્કર કામ કરશે. આજે અમેરિકામાં જે થઈ રહ્યું છે, તેવું પહેલા ક્‍યારેય નથી થયું'.

યુરોપિયન દેશો માટે આ સમાચાર કોઈ ઝટકાથી ઓછા નથી, કારણ કે તેમના માટે અમેરિકા એક ઘણું મોટું બજાર રહ્યું છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે યુરોપિયન યુનિયન આના પર શું પ્રતિક્રિયા આપે છે અને શું તેઓ પોતાની વ્‍યાપાર નીતિઓમાં કોઈ ફેરફાર કરે છે. હાલમાં, અમેરિકાએ પોતાની દિશા નક્કી કરી લીધી છે અને તે પોતાના ઘરેલું ઉદ્યોગોને કોઈપણ કિમતે પ્રોત્‍સાહન આપવા માટે તૈયાર છે.

(9:57 AM IST)