તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd April 2026
ટ્રમ્પ ભાન ભૂલ્યાઃ કરી ખૂબ જ ગંદી કોમેન્ટઃ ભારત-ચીનને નરક સાથે સરખાવ્યા
કોઈપણ દેશના રાષ્ટ્રપતિને ન શોભે તેવો વાણીવિલાસઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક લાંબો અને આક્રમક પત્ર પોસ્ટ કરીને અમેરિકામાં વસતા ઇમિગ્રન્ટ્સ અને ભારત-ચીન જેવા દેશો પર આકરા પ્રહારો કર્યા ટ્રમ્પે બર્થરાઇટ સિટિઝનશિપ મુદ્દે એક લેટર શેર કર્યો છે જેમાં ભારત અને ચીન જેવા દેશો માટે Hellhole શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનો અર્થ થાય છે નરકઃ તેમણે ભારતને નરક સાથે સરખાવ્યું છે અને ભારતીયો માટે અભદ્ર વાત કરી છે

વોશિગ્ટન તા.૨૩: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જન્મજાત નાગરિકતાને લઈને વિશ્વના કેટલાક દેશોની સાથે ભારતનું નામ લેતા અત્યંત વાંધાજનક ભાષાનો ઉપયોગ કરતો એક લેટર શેર કર્યો છે. ટ્રમ્પે જન્મજાત નાગરિકતા પર એક પત્ર શેર કર્યો છે જેમાં ભારત માટે નરક (Hellhole) શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પત્રમાં લખ્યું છે કે, અહીં જન્મતું બાળક તરત જ નાગરિક બની જાય છે અને પછી તેઓ ચીન, ભારત કે દુનિયાના અન્ય કોઈ પણ નરક માંથી પોતાના આખા પરિવારને અહીં લઈ આવે છે.ૅ આ પત્રમાં જન્મજાત નાગરિકતાની તીખી આલોચના કરતા ભારત અને ચીન જેવા દેશોને Hellhole એટલે કે નરક અથવા અત્યંત ખરાબ જગ્યા કહીને સંબોધવામાં આવ્યા છે.
આ લેટરમાં લખ્યું છે કે, ...અહીં જન્મતાની સાથે જ બાળક તરત નાગરિક બની જાય છે અને પછી તેઓ ચીન, ભારત કે દુનિયાની કોઈ પણ અન્ય નરક જેવી જગ્યાએથી પોતાના આખા પરિવારને અહીં બોલાવી લે છે. આ જોવા માટે તમારે બહુ દૂર જવાની જરૂર નથી. હવે અહીં અંગ્રેજી બોલવામાં આવતી નથી. આજે જે પ્રવાસી વર્ગ અહીં આવી રહ્યો છે તેમાં આ દેશ પ્રત્યે લગભગ કોઈ નિષ્ઠા નથી, જે પહેલા આવું નહોતું.
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જે લેટર શેર કર્યો છે તેમાં આગળ લખ્યું છે કે, ના, તેઓ આજના યુરોપિયન અમેરિકનો અને તેમના પૂર્વજો જેવા નથી. આઈરિશ લોકો ભળી ગયા, ઈટાલિયન લોકો ભળી ગયા, પોલિશ લોકો ભળી ગયા... તેઓ બધા ભળી ગયા અને તે મેલ્ટિંગ પોટ (વિવિધ સંસ્કૃતિઓના મેળાપ) માં અમેરિકન બની ગયા. મેલ્ટિંગ પોટનો તે સમય હવે ઘણો પહેલા પૂરો થઈ ચૂક્યો છે. હવે આ માત્ર એક 'કેશ-ઈન પોટ' (પૈસા કમાવવાનું સાધન) બનીને રહી ગયું છે.
આ લેટરમાં આગળ લખવામાં આવ્યું છે કે, આપણે મેલ્ટિંગ પોટથી લપસીને હવે ચેમ્બર પોટ (ગંદકીનો ઢગલો) સુધી આવી પહોંચ્યા છીએ... જન્મસિદ્ધ નાગરિકતાના મુદ્દે સમગ્ર દેશમાં વોટિગ થવું જોઈએ. તેને વકીલોના હાથમાં સોંપવું જોઈએ નહીં.
તમને જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પે જે લેટર શેર કર્યો છે તેને કટ્ટર દક્ષિણપંથી માઈકલ સેવેજે લખ્યો છે, જેઓ વંશીય ટિપ્પણીઓ કરવા માટે કુખ્યાત રહ્યા છે. તેઓ એક અમેરિકન રેડિયો હોસ્ટ અને લેખક છે. તેમનું અસલી નામ માઈકલ એલન વેનર છે પરંતુ તેઓ માઈકલ સેવેના નામે જ ઓળખાય છે. તેઓ લાંબા સમયથી ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક રહ્યા છે અને તેમના વિચારો જેવા કે ઇમિગ્રેશન પર કડકાઈનો ખુલ્લેઆમ પ્રચાર કરે છે.
તેમણે આ લેટરને એપ્રિલ ૨૦૨૬ ની શરૂઆતમાં પોતાના શો અને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેને હવે ડોનાલ્ડ ટ્રમ્પે રીપોસ્ટ કર્યો છે. આમાં અમેરિકન સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી દલીલો પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને દાવો કર્યો છે કે ભારત અને ચીન જેવા દેશોમાંથી આવતા લોકો અમેરિકાને એક કચરાપેટીમાં બદલી રહ્યા છે
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક લાંબો અને આક્રમક પત્ર પોસ્ટ કરીને અમેરિકામાં વસતા ઇમિગ્રન્ટ્સ અને ભારત-ચીન જેવા દેશો પર આકરા પ્રહારો કર્યા છે. ટ્રમ્પે અમેરિકાની બર્થરાઈટ સિટિઝનશિપ (જન્મના આધારે નાગરિકતા) ની નીતિની આકરી ટીકા કરતા ભારત અને ચીન માટે 'હેલહોલ' જેવા શબ્દો વાપર્યા છે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
