તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
ટ્રમ્પે હવે અમેરિકી નાગરિકોને કેળા ન ખાવાની સલાહ આપી
ટ્રમ્પે ફરી એકવાર આヘર્યજનક નિવેદન આપ્યું જો આપણે બ્રાઝિસ પાસેથી ૨ અબજ ડોલર કેળા ખરીદીએ છીએ તો અસલમાં આપણે ૨ અબજ ડોલરનું નુકસાન કરી રહ્યા છીએ

ન્યૂયોર્ક તા.૧૮: પોતાના અલગ અને વિચિત્ર કહી શકાય એવા નિવેદનને કારણે સતત ચર્ચામાં રહેતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર આヘર્યજનક નિવેદન આપ્યું છે. તેમણે વ્યાપારી નુકસાન અંગે વાત કરતા સમજાવ્યું હતું કે, જો આપણે બ્રાઝિલ પાસેથી ૨ અબજ ડોલર કેળા ખરીદીએ છીએ તો અસલમાં આપણે ૨ અબજ ડોલરનું નુકસાન કરી રહ્યા છીએ. આ માટે આપણે કેળા ખાવાનું બંધ કરી દેવું જોઈએ. જેથી ૨ અબજ ડોલર બચી જશે. જે રીતે કોઈ દેશ, કોઈ વસ્તુનું ઉત્પાદન કરતું નથી તે રાષ્ટ્રીય સુરક્ષા માટે તેને ઔદ્યોગિક આધાર બનાવી ન શકાય. એ જ રીતે કોઈ દેશ આ પ્રકારે લાંબા સમય સુધી ટકી શકતો નથી જો તે પોતાના ભોજનનું ખુદ ઉત્પાદન ન કરી શકે.
ટ્રમ્પ અમેરિકાની બીફ ઈન્ડસ્ટ્રી પર બ્રાઝિલની અસરનો સતત વિરોધ કરતા રહ્યા છે. પણ એમની જ કેટલીક પોલિસી એ જ દેશને સતત મદદ કરતી રહી છે. કારણ કે, તેઓ દેશમાં મોંઘા થયેલા મીટની કિમતને ઓછી કરવા માગે છે. અમેરિકાના નિષ્ણાંત ફર્નાડો ઈગ્લેસિયસે કહ્યું હતું કે, આ પરિવર્તન બ્રાઝિલ માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે, પણ એની પાછળ અમેરિકાનો પણ ફાયદો છે. અત્યારે અમેરિકાને બીફની પહેલા કરતા વધારે જરૂરિયાત છે. પ્રોટીનની વધતી જતી કિમત ટ્રમ્પ સરકાર માટે માથાનો દુખાવો બની ગઈ છે.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
