<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

ટ્રમ્‍પે હવે રાઇફલ સાથે ફોટો શેર કરીને ઈરાનને ધમકી આપી...જલદી સમજદાર બનોઃ હવે નરમાશ નહીં રાખું

ઈરાને અમેરિકાની સમુદ્રી ડાકુગીરી માટે યુનાઇટેડ નેશન્‍સમાં કરી ફરિયાદ

વોશિંગ્‍ટન,તા.૩૦: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્‍ડ ટ્રમ્‍પે સોશ્‍યલ મીડિયામાં પોતાનો રાઇફલવાળો ફોટો શેર કરીને ઈરાનને કડક ચેતવણી આપી છે.

તેમણે લખ્‍યું હતું કે ‘જલદી સમજદાર બનો, હવે વધુ નરમાશ નહીં રાખવામાં આવે. નો મોર મિસ્‍ટર નાઇસ ગાય.'

ડોનલ્‍ડ ટ્રમ્‍પે પરમાણુ કાર્યક્રમને લઈને ચાલી રહેલી વાતચીત આગળ વધી ન રહી હોવાથી નારાજગી જતાવી હતી અને મીડિયા સાથેની બેઠકમાં કહ્યું હતું કે હવે ઈરાન ખુદને સંભાળી શકે એમ નથી.

ઈરાને અમેરિકા સામે ફરિયાદ કરતો યુનાઇટેડ નેશન્‍સને પત્ર લખ્‍યો છે. તેહરાન ટાઇમ્‍સના અહેવાલ મુજબ ઈરાને અમેરિકા પર ગંભીર આરોપ લગાવીને કહ્યું હતું કે ‘અમેરિકાએ અમારાં વેપારી જહાજો જપ્ત કરીને સમુદ્રી ડકૈતી કરી છે.

અમેરિકાએ મેજેસ્‍ટિક અને ટિફની નામનાં બે જહાજો જપ્ત કરીને લગભગ ૩૮ લાખ બેરલ ઈરાની તેલ પર ગેરકાનૂની કબજો જમાવ્‍યો છે. આ આંતરરાષ્ટ્રીય વેપારમાં અમેરિકાની આ દખલગીરી પર સંયુક્‍ત રાષ્ટ્રએ કાર્યવાહી કરવી જોઈએ.

(3:24 PM IST)