હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટ્રમ્પ દ્વારા વ્હાઇટ હાઉસના આધુનિકીકરણ અને સુરક્ષા વધારવા માટેની મોટી જાહેરાત, પ્રાચીન ગ્રીક અને રોમન સ્થાપત્યકળાથી પ્રેરિત નવા અને વિશાળ બૉલરૂમનું નિર્માણ કાર્ય શરૂ
નવું માળખું સંપૂર્ણપણે ડ્રોન પ્રૂફ હોવાની સાથે સુરક્ષા દળોને સમગ્ર રાજધાની પર નજર રાખવામાં મદદ કરશે, જમીનની અંદર છ માળની અત્યાધુનિક લશ્કરી હોસ્પિટલ પણ બનાવવામાં આવશે

વોશિંગ્ટન: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારોને સંબોધતા વ્હાઇટ હાઉસના પૂર્વ ભાગને બદલવા માટે બની રહેલા નવા બૉલરૂમ અંગે વિગતો આપી હતી. આ ઇમારત માત્ર સુરક્ષિત જ નહીં પરંતુ "ડ્રોન પોર્ટ" તરીકે પણ કાર્ય કરશે અને તેની નીચે અનેક ગુપ્ત લશ્કરી સુવિધાઓ ઊભી કરવામાં આવશે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સવારે પત્રકારો સાથે વાતચીત કરતા વ્હાઇટ હાઉસના ઇસ્ટ વિંગના સ્થાને બનાવવામાં આવી રહેલા નવા બૉલરૂમ અંગે અનેક નવી અને ચોંકાવનારી વિગતો આપી હતી. તેમના જણાવ્યા અનુસાર આ નવી ઇમારતની છત પ્રાચીન ગ્રીક અને રોમના ઐતિહાસિક સ્થાપત્યોથી પ્રેરિત છે, જે સ્નાઈપર્સ - નિશાનબાજોને દેશની રાજધાનીનો સંપૂર્ણ ત્રણસો સાઈઠ ડિગ્રી નજારો પૂરો પાડશે.
ટ્રમ્પનો દાવો છે કે આ બૉલરૂમ માત્ર ડ્રોન પ્રૂફ જ નહીં હોય પરંતુ તે એક "ડ્રોન પોર્ટ" તરીકે પણ કાર્ય કરશે જે સમગ્ર વોશિંગ્ટન શહેરનું હવાઈ રક્ષણ કરશે. ડ્રોન ક્ષમતાઓ ઉપરાંત આ માળખું જમીનની અંદર છ માળ સુધી વિસ્તરેલું હશે. જેમાં અત્યાધુનિક લશ્કરી હોસ્પિટલ, વિવિધ આધુનિક સંશોધન પ્રયોગશાળાઓ અને વ્હાઇટ હાઉસના સંકલનમાં સૈન્ય દ્વારા ઉપયોગમાં લેવા માટેની અન્ય અનેક ગુપ્ત સવલતોનો સમાવેશ કરવામાં આવશે.
━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
