<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

ટ્રમ્પનો નવો વિવાદ: ઈરાનના સંભવિત નેતા મુજતબા ખામેનેઈને 'ગે આયાતુલ્લાહ' તરીકે સંબોધાયા છતાં ટ્રમ્પે મુલાકાતની તૈયારી બતાવી

કટ્ટરપંથી ઈરાની નેતૃત્વ માટે વપરાયેલા આ વિવાદાસ્પદ શબ્દો અને ત્યારબાદ ટ્રમ્પનું આ નિવેદન હાલ વૈશ્વિક રાજકારણમાં ભારે ચર્ચા જગાવી રહ્યું છે.

વોશિંગ્ટન: અમેરિકાના   પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યા છે. એક તાજેતરના ઇન્ટરવ્યુ દરમિયાન ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈના પુત્ર અને આગામી સંભવિત ઉત્તરાધિકારી મુજતબા ખામેનેઈનો ઉલ્લેખ કરીને પત્રકારે તેમને 'ગે આયાતુલ્લાહ' (સમલૈંગિક આયાતુલ્લાહ) તરીકે સંબોધ્યા હતા. ઈરાન જેવા કટ્ટર દેશના નેતા માટે આ પ્રકારના શબ્દપ્રયોગથી મોટો વિવાદ સર્જાયો છે, છતાં ટ્રમ્પે આ વિડીયો ઇન્ટરવ્યૂમાં તેની સામે કોઈ વાંધો લીધા વિના મુજતબા ખામેનેઈ સાથે રૂબરૂ મુલાકાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
ઇન્ટરવ્યુમાં જ્યારે પત્રકારે સીધો સવાલ પૂછ્યો કે, "શું 'ગે આયાતુલ્લાહ' આ નિર્ણયો લેવામાં સામેલ છે?" ત્યારે ટ્રમ્પે જવાબ આપ્યો હતો કે, "હા, તેઓ ચોક્કસપણે સામેલ છે અને ત્યાંના લોકો તેમના પ્રત્યે ઘણું સન્માન ધરાવે છે."
જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેઓ મુજતબા ખામેનેઈ અથવા અન્ય કોઈ ઈરાની નેતાને રૂબરૂ મળવા માંગશે, ત્યારે તેમણે જણાવ્યું હતું કે, "મેં ખરેખર ક્યારેય આ વિશે વિચાર્યું નહોતું, પણ આ એક સારો પ્રશ્ન છે. હું તેમને અને દરેક લોકોને મળવા માટે તૈયાર છું." 
આ ઉપરાંત ઈરાની નેતાના સ્વાસ્થ્ય અંગે ચાલી રહેલી અફવાઓ પર ટ્રમ્પે ઉમેર્યું કે તેઓ ક્યારેય તેમને રૂબરૂ મળ્યા નથી, પરંતુ મીડિયાના અહેવાલો મુજબ તેમનું સ્વાસ્થ્ય બહુ સારું નથી. 
કટ્ટરપંથી ઈરાની નેતૃત્વ માટે વપરાયેલા આ વિવાદાસ્પદ શબ્દો અને ત્યારબાદ ટ્રમ્પનું આ નિવેદન હાલ વૈશ્વિક રાજકારણમાં ભારે ચર્ચા જગાવી રહ્યું છે.

(9:18 PM IST)