તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 24th May 2026
ટ્રમ્પનો ભારતને ખુલ્લો સપોર્ટ: 'પીએમ મોદી મારા પર ૧૦૦% ભરોસો રાખી શકે છે'
અમેરિકી સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન ટ્રમ્પે લાઈવ ફોન કોલ પર મોદીના જોરદાર વખાણ કરી ભારત-અમેરિકા સંબંધોને નવી ઊંચાઈએ પહોંચાડ્યા

નવી દિલ્હી: નવી દિલ્હીમાં આયોજિત યુએસ સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી દરમિયાન એક અભૂતપૂર્વ રાજદ્વારી ક્ષણ જોવા મળી હતી. ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે કાર્યક્રમ વચ્ચે જ સીધો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન જોડ્યો હતો. આ લાઈવ કોલ પર ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના ખાસ મિત્ર ગણાવ્યા હતા અને ખુલ્લેઆમ જાહેરાત કરી હતી કે તેઓ પીએમ મોદીના સૌથી મોટા ચાહક છે.
ટ્રમ્પે ભારતને સંપૂર્ણ સુરક્ષા અને સહયોગની ખાતરી આપતા કહ્યું કે, "ભારત મારા પર ૧૦૦% વિશ્વાસ રાખી શકે છે. જ્યારે પણ ભારતને કોઈ મદદની જરૂર હોય, ત્યારે તેઓ જાણે છે કે કોને ફોન કરવાનો છે." તેમણે અમેરિકાની મજબૂત અર્થવ્યવસ્થા અને શેરબજારના રેકોર્ડ સ્તરનો ઉલ્લેખ કરીને ઉમેર્યું કે ભારત જે પણ ઈચ્છશે તે અમે સાથે મળીને પૂરું કરી શકીશું.
આ ખાસ પ્રસંગે ત્યાં હાજર યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોના પણ ટ્રમ્પે ભારે વખાણ કર્યા હતા અને તેમને અમેરિકી ઇતિહાસના સૌથી મહાન વિદેશ સચિવ ગણાવ્યા હતા. ટ્રમ્પે છેલ્લે ભાવુક અંદાજમાં 'પીએમ મોદીને મારા નમસ્તે કહેજો' તેમ કહીને બંને દેશો વચ્ચેના ગાઢ અને મજબૂત વ્યૂહાત્મક સંબંધોનો પુનરોચ્ચાર કર્યો હતો.
(10:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
