તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Sunday, 6th September 2026
રશિયા-યુક્રેન યુદ્ધ વિરામ માટે ટ્રમ્પના 'શાંતિ દૂતો' સક્રિય: મોસ્કોમાં પુતિન સાથે ૩ કલાકની બેઠક બાદ યુએસ રાજદૂતો કિવ પહોંચ્યા
રશિયા પોતાના સૈન્ય સ્ટેન્ડ પર મક્કમ, યુક્રેને પણ પ્રદેશો છોડવાનો ઇનકાર કર્યો: ઝેલેન્સકીએ કહ્યું-"અમે ન્યાયી અને સ્થાયી શાંતિ માટે તૈયાર"

કિવ: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષને વિરામ આપવા માટે અમેરિકા દ્વારા રાજદ્વારી પ્રયાસો અત્યંત ઝડપી બનાવી દેવામાં આવ્યા છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ રાજદૂતો સ્ટીવ વિટકોફ અને જેરેટ કુશનર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મોસ્કોમાં મહત્વપૂર્ણ મુલાકાત કર્યા બાદ રવિવારે યુક્રેનની રાજધાની કિવ ખાતે પહોંચી ગયા છે.
ડિજિટલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયાની રાજધાની મોસ્કો ખાતે અમેરિકી પ્રતિનિધિ મંડળે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે બંધ બારણે અંદાજે ૩ કલાકથી વધુ સમય સુધી ગંભીર વાટાઘાટો કરી હતી. રશિયન વિદેશ નીતિ સલાહકાર યુરી ઉષાકોવે આ બેઠકને ઉપયોગી ગણાવી હતી, પરંતુ યુદ્ધ વિરામ અંગે કોઈ સત્તાવાર સંયુક્ત જાહેરાત કરવામાં આવી નહોતી. રશિયાએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે યુક્રેન વિવાદની વર્તમાન પરિસ્થિતિ અત્યંત જટિલ છે અને મોસ્કોએ પોતાની
બીજી તરફ, યુક્રેન રશિયાની એ શરત માનવાનો સ્પષ્ટ ઇનકાર કરી રહ્યું છે જેમાં તે પોતાના કબજા હેઠળના ડોનેટ્સક અને લુહાન્સ્ક પ્રદેશોમાંથી પોતાના દળો સંપૂર્ણપણે પાછા ખેંચી લે. રશિયા આ વિસ્તારો પર પોતાની સાર્વભૌમત્વની માંગ કરી રહ્યું છે, જ્યારે યુક્રેન પોતાની ભૌગોલિક અખંડિતતા સાથે સમાધાન કરવા તૈયાર નથી.
કિવ પહોંચેલા અમેરિકી રાજદૂતો સ્ટીવ વિટકોફ અને જેરેટ કુશનર સાથે મુલાકાત પહેલાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ ટેલિગ્રામ પર એક નિવેદન જાહેર કર્યું હતું. ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે, "યુદ્ધ પછી ન્યાયી અને સ્થાયી શાંતિની જરૂર છે. અમે યુએસ પ્રતિનિધિઓ સાથે રચનાત્મક વાતચીત માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ અને અમારા પ્રસ્તાવો પણ તૈયાર છે."
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં મધ્ય પૂર્વ અને ઈરાનની સ્થિતિના કારણે રશિયા-યુક્રેન શાંતિ વાટાઘાટો થોડી ધીમી પડી હતી. પરંતુ હવે અમેરિકા બંને દેશોને ટેબલ પર લાવી યુદ્ધનો કાયમી ઉકેલ લાવવા માટે નવેસરથી મધ્યસ્થી કરી રહ્યું છે.
(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
