<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

દિવાળી પહેલા દિલ્હીની હવાની ગુણવત્તા બગડતાં પ્રદૂષણની ચિંતામાં વધારો :અનેક વિસ્તારોમાં AQI 200ને પાર પહોંચ્યો

કાલિંદ કુંજ વિસ્તારમાં સૌથી વધુ 267 AQI જયારે ઇન્ડિયા ગેટ વિસ્તારમાં AQI 236 નોંધાયો

નવી દિલ્હી : દિવાળી પહેલા જ દેશની રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા બગડતાં પ્રદૂષણની ચિંતામાં વધારો થયો છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 200ને પાર પહોંચ્યો છે, જે હવાની ખરાબ સ્થિતિ દર્શાવે છે. કાલિંદ કુંજ વિસ્તારમાં સૌથી વધુ 267 AQI નોંધાયો હતો, જ્યારે ઇન્ડિયા ગેટ વિસ્તારમાં AQI 236 નોંધાયો છે. હવાની ગુણવત્તામાં ઘટાડાને પગલે નાગરિકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થવાની આશંકા છે. દિવાળીના તહેવાર પહેલા પ્રદૂષણનું સ્તર વધતાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી દિવસોમાં પ્રદૂષણની સ્થિતિ પર નજર રાખવાની સાથે નાગરિકોને પણ સાવચેતી રાખવાની જરૂર છે.

(11:27 AM IST)