<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

IIT ના વિદ્યાર્થી સાહિલના શંકાસ્પદ કેસમાં વળાંક: પોલીસ તપાસ સામે સવાલો ઉભા કરી વાલીઓ પહોંચ્યા બોમ્બે હાઈકોર્ટ

​"પોલીસ કેસને હળવાશથી લઈ રહી છે": ન્યાયની આશા સાથે સીબીઆઈ (CBI) કે એસઆઈટી (SIT) તપાસ અને નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખની માંગ કરતા પરિવારજનો.

​મુંબઈ:દેશની નામાંકિત એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ IIT ના હોનહાર વિદ્યાર્થી સાહિલના કેસમાં નવો અને ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પોલીસ તંત્રની ઢીલી નીતિ અને કામગીરી સામે રોષે ભરાયેલા સાહિલના માતા-પિતાએ આ મામલે હવે બોમ્બે હાઈકોર્ટના શરણે જવું પડ્યું છે. હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં પરિવારે આક્ષેપ કર્યો છે કે, પોલીસે આ ગંભીર કેસની તપાસ જેટલી ગંભીરતા અને સઘનતાથી કરવી જોઈએ તેટલી કરી નથી.

​મળતી માહિતી મુજબ, સાહિલના પરિવારજનોનું માનવું છે કે સ્થાનિક પોલીસ સ્તરે થતી તપાસમાં અનેક લૂપહોલ્સ રહી ગયા છે, જેના કારણે સાચી હકીકતો બહાર નથી આવી રહી. આ સ્થિતિમાં, મામલાની સત્યતા બહાર લાવવા માટે કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) અથવા વિશેષ તપાસ ટીમ (SIT) મારફતે સમગ્ર પ્રકરણની નવેસરથી તપાસ કરાવવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

​માત્ર તપાસ એજન્સી બદલવા પૂરતું સીમિત નહીં રાખતા, વાલીઓએ એવી પણ વિશેષ વિનંતી કરી છે કે આખી તપાસ પ્રક્રિયા કોઈ નિવૃત્ત ન્યાયાધીશ (Retired Judge) ની સીધી દેખરેખ અને નિરીક્ષણ હેઠળ પાર પાડવામાં આવે, જેથી પરિવારને ન્યાય મળી શકે.

​આગામી દિવસોમાં હાઈકોર્ટ આ અરજી પર શું રੁખ અપનાવે છે અને પોલીસ તંત્ર આ મામલે શું સ્પષ્ટતા કરે છે તેના પર સૌની નજર રહેશે.

(6:19 PM IST)