News of Tuesday, 8th September 2026
POCSO એક્ટ હેઠળ મુખ્ય અભિનેતાની ધરપકડ બાદ ટીવી શો 'સૈરાબ' સંકટમાં: માત્ર ૩ મહિનામાં જ બંધ થવાની તૈયારી
રોહિત ચંદેલની એક્ઝિટ અને કૃષ્ણા કૌલની એન્ટ્રી છતાં ટીઆરપીમાં નિષ્ફળતા : નિર્માતાઓએ સુખદ અંત સાથે શો આટોપી લેવાનો નિર્ણય કર્યો

મુંબઈ: ટેલિવિઝન જગતમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કન્નડ સિરિયલ 'માનસેલા નીને' ની સત્તાવાર રીમેક ગણાતો અને લીના ગંગોપાધ્યાય દ્વારા નિર્મિત ટીવી શો 'સૈરાબ' શરૂ થયાના માત્ર ત્રણ મહિનાની અંદર જ બંધ થવાના આરે પહોંચી ગયો છે. મુખ્ય અભિનેતાની ગંભીર કાનૂની મામલામાં ધરપકડ અને કલાકારોના ફેરફાર બાદ પણ દર્શકો તરફથી નબળો પ્રતિસાદ મળતા ચેનલ અને નિર્માતાઓએ આ શોને સુખદ અંત (હેપ્પી એન્ડિંગ) સાથે વહેલી તકે પૂર્ણ કરવાનો નિર્ણય લીધો હોવાના અહેવાલો છે.
ઉલ્લેખનીય છે કે આ શોનું પ્રીમિયર ૨ જૂન, ૨૦૨૬ ના રોજ થયું હતું, પરંતુ શરૂઆતના મહિનામાં જ મુખ્ય અભિનેતા વિવાદમાં ફસાતાં શોની ટીઆરપી અને ઓટીટી વ્યૂઅરશિપ પર ભારે અસર પડી હતી.શોમાં મુખ્ય ભૂમિકા ભજવતા અભિનેતા રોહિત ચંદેલ પર એક સગીર છોકરીએ પીછો કરવાનો, ઉત્પીડન અને હુમલો કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આ મામલે ઘાટકોપર પોલીસે પોક્સો (POCSO) એક્ટ હેઠળ તેની ધરપકડ કરી હતી. કાનૂની કાર્યવાહી શરૂ થતાં જુલાઈ મહિનામાં તેને શો છોડવાની ફરજ પડી હતી.
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
