<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

ટીવીકે દ્વારા વોટ્સએપ પર સમર્થન અને સરકાર બનાવવાનું નિમંત્રણ: વિજયની પદ્ધતિ જોઈ લેફ્ટના નેતાઓ ગોથે ચડ્યા

એક લેફ્ટ નેતાએ કટાક્ષ કરતા કહ્યું કે, કદાચ આ નવી પેઢીની રાજનીતિ છે, જ્યાં સરકાર બનાવવા જેવા ગંભીર મુદ્દામાં પણ મેસેજિંગ એપ પર નક્કી કરવામાં આવે છે

ચેન્નાઈ: તમિલનાડુમાં સરકાર બનાવવાની ચાલી રહેલી મથામણની વચ્ચે થલપતિ વિજયની પાર્ટી તમિલનાડુ વેત્રી કડગમે સંભવિત સહયોગીઓ સુધી પહોંચવા માટે ડિજિટલ રસ્તો અપનાવ્યો છે. રિપોર્ટ અનુસાર, ટીવીકેને ઇન્ડિયા બ્લોકની નાની પાર્ટીઓ જેમ કે સીપીઆઈ, સીપીઆઈ(એમ) અને વીસીકેને ઔપચારિક મુલાકાતની જગ્યાએ વોટ્સએપ મેસેજ મોકલીને સમર્થન માગ્યું છે.

આ અનૌપચારિક રીતે જૂના અને અનુભવી રાજનેતાઓને ચોંકાવી દીધા છે. એક લેફ્ટ નેતાએ કટાક્ષ કરતા કહ્યું કે, કદાચ આ નવી પેઢીની રાજનીતિ છે, જ્યાં સરકાર બનાવવા જેવા ગંભીર મુદ્દામાં પણ મેસેજિંગ એપ પર નક્કી કરવામાં આવે છે. તમિલનાડુની સત્તાની ચાવી કોની પાસે હશે, તેના પર હજુ સસ્પેન્સ બનેલું છે.

ટીવીકે પાસે હાલમાં 108 સીટો છે, જે બહુમતના જાદુઈ આંકડા 118થી 10 ઓછી છે, જો કે કોંગ્રેસના 5 ધારાસભ્યો ટીવીકેને સમર્થન આપવાનો વાયદો કર્યો છે, પણ તેમ છતાં વિજય પાસે ખાલી 113નો આંકડો થાય છે.

ટીવીકેના કાનૂની સલાહકાર હવે આ મુદ્દા પર હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ જવાની સંભાવના શોધી રહ્યા છે, કેમ કે પાર્ટીનો તર્ક છે કે સૌથી મોટી પાર્ટી હોવાના નાતે તેમને પહેલો મોકો મળવો જોઈએ.

  

ટીવીકેના વોટ્સએપ આઉટરીચે લેફ્ટ પાર્ટીની અંદર ખૂબ જ અસહજતા ઊભી કરી દીધી છે. નેતાઓનું કહેવું છે કે ગઠબંધન બનાવવા માટે મોટા ભાગે ઔપચારિક ચર્ચા, સન્માન અને વૈચારિક સ્પષ્ટતાની જરૂર હોય છે

એક સિનિયર નેતાના જણાવ્યા અનુસાર, જે પાર્ટી સરકાર બનાવવા માગે છે અને જેમની પાસે બહુમત નથી, તે અમારી ઓફિસ સુધી નથી આવ્યા, તેમણે ખાલી વોટ્સએપ પર નિમંત્રણ મોકલ્યું છે, અમે આને શું સમજીએ?

(10:51 PM IST)