તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૦ સોમવાર
News of Thursday, 7th May 2026
સરકાર બનાવવા માટે ટીવીકેના પ્રયાસો ચાલુ: IUML નેતાઓ સાથે મુલાકાત :ટીવીકેની સમર્થન માટે અપીલ
IUML નેતાઓએ કહ્યું જો MK સ્ટાલિનને કોઈ વાંધો નથી, તો IUML TVK ને ટેકો આપવા તૈયાર

નવી દિલ્હી :તમિલનાડુમાં નવી સરકાર બનાવવાના પ્રયાસો તેજ થયા છે, ટીવીકે નેતાઓએ IUML નેતાઓ સાથે મુલાકાત કરી અને તમિલનાડુમાં વિજયની સરકાર રચનાને ટેકો આપવા માટે દરેકને અપીલ કરી. દરમિયાન, IUML નેતાઓએ કહ્યું કે રાજ્યપાલ આર.એન. આર્લેકરે વિજયને પદના શપથ લેવા માટે બોલાવવા જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે રાજ્યપાલ દ્વારા દબાણ લાવવાના પ્રયાસો અયોગ્ય છે. તેમણે સ્પષ્ટતા કરી કે તેમનું જોડાણ ગઈકાલે DMK સાથે હતું, આજે DMK સાથે છે અને કાલે DMK સાથે રહેશે. પાર્ટીએ જણાવ્યું હતું કે જો MK સ્ટાલિનને કોઈ વાંધો નથી, તો IUML TVK ને ટેકો આપવા તૈયાર છે
(9:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
