તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
BSFના બે જવાનને ૪૨ વર્ષની જેલની સજા, આદિવાસી મહિલા સાથે ગેંગ રેપ અને એસિડ એટેકમાં દોષિત
મિઝોરમની એક જિલ્લા અદાલતે ૯ વર્ષ જૂના એક કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો

નવી દિલ્હી તા.૧૭: મિઝોરમની એક જિલ્લા અદાલતે ૯ વર્ષ જૂના એક કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. અદાલતે ૨૦૧૭માં એક સ્થાનિક આદિવાસી મહિલા સાથે ગેંગરેપ અને એસિડ એટેકના કેસમાં ગ્લ્જ્ના બે જવાનોને કઠોર કેદની સજા સંભળાવી છે. આઈઝોલના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સિલ્વી જોમુઆનપુઈ રાલ્ટેએ બંને જવાનોને ગેંગરેપના દોષી ઠેરવ્યા છે.
આ કેસ ૨૦૧૭નો છે. ૧૬ જુલાઈ, ૨૦૧૭ના રોજ પીડિતા પોતાની એક સહેલી સાથે ભારત-બાંગ્લાદેશ સરહદ પર સ્થિત મમિત જિલ્લામાં ગસ્કાટા નદીના ગાઢ જંગલોમાં જંગલી શાકભાજી લેવા ગઈ હતી. આ દરમિયાન સ્થાનિક બોર્ડર આઉટપોસ્ટ (BOP) પર તહેનાત ગ્લ્જ્ જવાન નીલાંજન દાસ અને દિનેશ કુમારે બંને મહિલાઓને ઘેરી લીધી હતી. જવાનોએ એક મહિલા સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ પોતાની ઓળખ છુપાવવા અને પીડિતાને અંધ બનાવવાના ઈરાદાથી તેના ચહેરા પર એસિડ ફેંક્યું હતું.
આ ભયાનક હુમલામાં પીડિત મહિલા તો કોઈક રીતે જીવિત બચી ગઈ પરંતુ તેનો ચહેરો હંમેશા માટે ખરાબ થઈ ગયો અને તેની આંખોની રોશની પણ જતી રહી. ચોંકાવનારી વાત એ રહી કે, હુમલા દરમિયાન તેની સહેલી રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી. ઘટનાના ૧૧ દિવસ બાદ સ્થાનિક વિલેજ ડિફેન્સ પાર્ટી અને રાજ્ય પોલીસ દ્વારા સઘન શોધખોળ બાદ જંગલમાંથી તેનો ખરાબ રીતે સડી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
