તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th June 2026
શાકભાજી વેચતા ગરીબ મજૂરની બે દીકરીઓએ ઝળહળતી સફળતા મેળવી ગોલ્ડ મેડલ જીત્યો: દરરોજ ૨ કલાક સખત પ્રેક્ટિસ કરતી: હવે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં પોતાની કરતબ બતાવશે

પટના: બિહારના મુઝફ્ફરપુરની એક નાની એવી સ્લમ વસ્તી (ઝૂંપડપટ્ટી)માં રહેતી અને અત્યંત ગરીબ પરિવારમાંથી આવતી બે બહેનોએ રમતગમત ક્ષેત્રે મોટું નામ કમાઈને સુવર્ણ ચંદ્રક જીત્યો છે. તેમના પિતા રસ્તા પર શાકભાજી વેચીને અને છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું માંડ માંડ ગુજરાન ચલાવે છે. આવી આર્થિક ભીંસ અને કોઈપણ જાતની આધુનિક સુવિધાઓ વિના માત્ર પોતાના દૃઢ મનોબળ અને અખૂટ મહેનતના જોરે આ દીકરીઓએ ગોલ્ડ મેડલ હાંસલ કરીને સમગ્ર રાષ્ટ્રમાં પોતાનું અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે.
આ બંને દીકરીઓ બાળપણથી જ રમતગમત પ્રત્યે ભારે લગાવ ધરાવતી હતી. પૂરતો પૌષ્ટિક ખોરાક કે સારા શૂઝ ન હોવા છતાં, તેઓ ક્યારેય નિરાશ થયા ન હતા. ઝૂંપડપટ્ટીની સાંકડી ગલીઓ અને ખુલ્લા મેદાનોમાં આ બંને બહેનો દરરોજ સવારે અને સાંજે નિયમિતપણે ૨-૨ કલાકની અત્યંત કઠોર પ્રેક્ટિસ કરતી હતી. તેમની આ અથાક મહેનત રંગ લાવી છે અને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં તેમણે પ્રથમ ક્રમાંક મેળવીને સોનેરી સફળતાનો સ્વાદ ચાખ્યો છે.
(9:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
