હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારે કરી પોલીસ સ્ટેશનમાં ડયુટી કરતી બે મહિલા કોન્સ્ટેબલ એકબીજાના પ્રેમમાં પડીઃ હવે કરશે લગ્ન
એક પોલીસ સ્ટેશનમાં તૈનાત બે મહિલા કોન્સ્ટેબલે એકબીજા સાથે જિંદગી જીવવાનો નિર્ણય લીધો : બંને આ ૩૦ ઓગસ્ટના રોજ વૈદિક રીતિ-રિવાજ સાથે લગ્નના બંધને બંધાવાની તૈયારી કરી રહી છે

પુણે તા.૨૫: ઓફિસમાં કામ કરતા-કરતા ક્યારે બે લોકો એકબીજાની નજીક આવી જાય, તેની કહાની મોટા ભાગે આપણે ફિલ્મોમાં જોતા હોઈએ છીએ. પણ મહારાષ્ટ્રના પિપરી-ચિચવાડ પોલીસ કમિશ્નરેટમાં આવી જ એક કહાની હાલમાં ચર્ચાનો વિષય બની છે. અહીં એક પોલીસ સ્ટેશનમાં તૈનાત બે મહિલા કોન્સ્ટેબલે એકબીજા સાથે જિદગી જીવવાનો નિર્ણય લીધો છે. બંને આ ૩૦ ઓગસ્ટના રોજ વૈદિક રીતિ-રિવાજ સાથે લગ્નના બંધને બંધાવાની તૈયારી કરી રહી છે.
રસપ્રદ વાત એ છે કે, બંને મહિલા કોન્સ્ટેબલોએ પોતાના લગ્ન માટે પોલીસ ડિપાર્ટમેન્ટમાં રીતસરની રજા માગી છે. રજાની અરજી સાથે તેમણે લગ્નનું કાર્ડ પણ સીનિયર ઓફિસર્સને મોકલ્યું છે. ત્યાર બાદ પોલીસ વિભાગની અંદર આ સંબંધ અને પ્રસ્તાવિત લગ્નને લઈ ચર્ચા તેજ થઈ ગઈ છે.
પુણે મિરરના એક રિપોર્ટ અનુસાર, બંને મહિલા કોન્સ્ટેબલ મહારાષ્ટ્રના અલગ અલગ ભાગમાંથી આવે છે. પોલીસ ટ્રેનિગ પૂરી કર્યા બાદ બંનેનું પોસ્ટીંગ પોલીસ મુખ્યાલયમાં થયું હતું. શરુઆતી દિવસોમાં તેઓ બીજી મહિલા કોન્સ્ટેબલ સાથે રહેતી હતી. બાદમાં બંનેની તૈનાતી પિપરી-ચિચવાડના એક પોલીસ સ્ટેશનમાં થઈ ગઈ. છેલ્લા ત્રણ વર્ષોથી એક સાથે ડ્યૂટી કરતા કરતા બંને એકબીજાની નજીક આવી ગઈ. થોડા સમય બાદ તેમણે સાથે રહેવાનું શરુ કરી દીધું. તેમના નજીકના લોકોને ધીમે ધીમે તેમના સંબંધની જાણકારી થઈ ગઈ. હવે બંનેએ પોતાના સંબંધને આગળ વધારતા લગ્ન કરવાનો નિર્ણય લીધો છે.
આ મામલો ત્યારે ચર્ચામાં આવ્યો, જ્યારે એક કોન્સ્ટેબલના પરિવારને બંનેના સંબંધની ગંધ આવી ગઈ. પરિવારે આ સંબંધ અને લગ્નના નિર્ણયનો વિરોધ કર્યો. પરિવારના સભ્ય પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા અને આ મામલામાં પોલીસને દખલ દેવાની માગ કરી. જો કે સીનિયર ઓફિસર્સે બંને મહિલા કોન્સ્ટેબલનો વ્યક્તિગત મામલામાં દખલ નહીં આપવાની વાત કહી.
રિપોર્ટ અનુસાર, પરિવાર તરફથી જ્યારે એક સિનિયર અધિકારી સામે આ મામલો ઉઠાવ્યો તો તેમણે જણાવ્યું કે, બે પુખ્ત અને સહમતિથી સંબંધમાં રહેલા લોકોને પોલીસ લગ્ન કરતા રોકી શક્તિ નથી
આ બંને કોન્સ્ટેબલ અલંદીમાં ધાર્મિક રીતિ-રિવાજો અનુસાર, લગ્ન કરવાની તૈયારીમાં છે. જો કે આ સમારંભમાં ભારતીય કાયદા અનુસાર, વૈધાનિક વિવાહનો દરજ્જો મળવાનો રસ્તો સ્પષ્ટ નથી. ઓક્ટોબર ૨૦૨૩માં સુપ્રીમ કોર્ટે સમલૈંગિક વિવાહને કાનૂની માન્યતા આપવાની ના પાડતા કહ્યું કે, આ સંબંધમાં કાયદો બનાવવો સંસદના અધિકાર ક્ષેત્રમાં આવે છે. જો કે કોર્ટે LGBTQIA+ લોકોને પોતાના સાથી પસંદ કરવા અને સહમતિથી સંબંધમાં રહેવાના અધિકારને માન્યતા આપી હતી.
એક મહિલા કોન્સ્ટેબલ બદલાઈ રહી છે પોતાનું જેન્ડરઃ સમાચાર તો એવા પણ છે કે એક મહિલા કોન્સ્ટેબલ પોતાનું લિગ બદલાવવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે અને તેના માટે મુંબઈની એક મોટી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. કહેવાય છે કે, બંને એ જાણવાની કોશિશ કરી રહી છે કે, ટ્રાંજિશનની પ્રક્રિયા પૂરી થયા બાદ શું તેમના સંબંધને કાયદાકીય રુપથી રજિસ્ટર કરાવી શકાશે કે નહીં. જો કે તેના પર લાગૂ કાયદાકીય પ્રક્રિયા વ્યક્તિના સત્તાવાર જેન્ડર સ્ટેટસ અને સંબંધિત વિવાહ કાનૂન પર નિર્ભર કરશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
