તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd August 2026
ગ્રીસના એથેન્સમાં જંગલની આગ બુઝાવતા બે હેલિકોપ્ટર હવામાં અથડાયા, એક પાયલોટનું મોત
બંને હેલિકોપ્ટર બેલ 214ST મોડલના હતા અને જંગલમાં ફેલાયેલી આગ પર પાણીનો છંટકાવ કરી રહ્યા હતા

ગ્રીસની રાજધાની એથેન્સના પશ્ચિમમાં આવેલા સાયથા વિસ્તારમાં જંગલની ભીષણ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ દરમિયાન બે ફાયરફાઈટિંગ હેલિકોપ્ટર હવામાં જ એકબીજા સાથે અથડાયા હતા. ગ્રીસની ફાયર સર્વિસે ઘટનાની પુષ્ટિ કરી છે અને તરત જ સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું.
માહિતી અનુસાર, બંને હેલિકોપ્ટર બેલ 214ST મોડલના હતા અને જંગલમાં ફેલાયેલી આગ પર પાણીનો છંટકાવ કરી રહ્યા હતા. અકસ્માતમાં એક પાયલોટનું મોત થયું હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય ક્રૂ સભ્યો ઘાયલ હાલતમાં નજીકની ખીણમાંથી મળી આવ્યા હતા. તમામ ઘાયલોને સારવાર માટે સૈન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
(10:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
