News of Friday, 27th November 2026
કુવૈતમાં ઈરાનના ડ્રોન હુમલામાં બે ઇટાલિયન ટેકનિશિયનનાં મોતઃ ઇટાલીના વિદેશમંત્રી એન્ટોનિયો તાજાનીએ આ ઘટનાની પુષ્ટિ કરી
પાકિસ્તાની નાગરિક અને કુવૈતી સૈન્ય અધિકારી ઘાયલ, પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો: હોર્મુઝની સામુદ્રધુની વિસ્તારમાં પણ જહાજો ઉપર હુમલાના અહેવાલોને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી

કુવૈત સિટી, તા. ૨૬ : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ વચ્ચે કુવૈતમાં થયેલા કથિત ઈરાની ડ્રોન હુમલામાં ઇટાલીના બે નાગરિકોનાં મૃત્યુ થયાં છે. ઇટાલીના વિદેશમંત્રી એન્ટોનિયો તાજાનીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે.
મૃતકો રાઇનમેટલ કંપની સાથે સંકળાયેલા ટેકનિશિયન હતા. આ ઘટનામાં એક પાકિસ્તાની નાગરિક અને કુવૈતી સૈન્ય અધિકારી પણ ઘાયલ થયા છે.
કુવૈતના સંરક્ષણ મંત્રાલયે બંને ઇટાલિયન નાગરિકોનાં મૃત્યુની પુષ્ટિ કરી છે. બીજી તરફ ઈરાનના સૈન્ય પ્રવક્તાએ આ હુમલા માટે જવાબદાર હોવાનો ઇનકાર કર્યો છે.
હોર્મુઝની સામુદ્રધુની વિસ્તારમાં પણ જહાજો ઉપર હુમલાના અહેવાલોને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી છે.
(12:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
