News of Monday, 7th September 2026
ગાયક અંકિત બાલિયાન હત્યાકાંડમાં બે શૂટરોનો પત્તો નહીં: માથાદીઠ એક લાખનું ઈનામ જાહેર
સત્યમ અને ભોલા સઢાપુરિયાની શોધમાં પોલીસની અનેક ટીમો સક્રિયઃ આશ્રયસ્થાનો ઉપર સતત દરોડા

મુઝફ્ફરનગર, તા. ૭ : હરિયાણવી ગાયક અને સામાજિક માધ્યમ પર લોકપ્રિય અંકિત બાલિયાનની હત્યાના કેસમાં ફરાર રહેલા બે આરોપીઓની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી વધુ તેજ બનાવી છે. આરોપીઓ અંગે વિશ્વસનીય માહિતી આપનારને માથાદીઠ એક લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે ફરાર આરોપીઓની ઓળખ સત્યમ અને ભોલા સઢાપુરિયા તરીકે થઈ છે. અગાઉ બંને ઉપર પચાસ-પચાસ હજાર રૂપિયાનું ઈનામ હતું, જેને વધારીને એક-એક લાખ રૂપિયા કરાયું છે. સંભવિત આશ્રયસ્થાનો, પરિચિતો અને સાથીદારો ઉપર નજર રાખવામાં આવી રહી છે.
અંકિત બાલિયાનની હત્યા બાદ પોલીસે કેટલાક આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી, પરંતુ આ બંને શૂટરો હજુ હાથ લાગ્યા નથી. તપાસ ટુકડીઓ ઉત્તરપ્રદેશ અને હરિયાણા સહિત જુદા જુદા વિસ્તારોમાં શોધખોળ કરી રહી છે. માહિતી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તેમ પણ પોલીસે જણાવ્યું છે.
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
