<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

બે-તૃતીયાંશ અમાન્‍ય રાજકીય પક્ષોએ ઓડિટ જાહેર કર્યા નથી

ન્‍યૂ ઈન્‍ડિયા યુનાઇટેડ પાર્ટી એ ૨૦,૦૦થી વધુની શ્રેણીમાં સૌથી વધુ રૂા.૨૭૦.૯૯ કરોડનું દાન જાહેર કર્યું : ૨૦૭૪ પક્ષમાંથી ૧૩૩૦ પક્ષોનો એક પણ અહેવાલ ઉપલબ્‍ધ નથી, મોટાભાગનું દાન માત્ર થોડા ૧૫ પક્ષના ખાતામાં જ કેન્‍દ્રિત થયું

નવી દિલ્‍હી તા.૩૦: વર્ષ ૨૦૨૪-૨૫ માટે નોંધાયેલા અમાન્‍ય રાજકીય પક્ષો (અનરેકોગ્નાઈઝ્‍ડ પોલિટિકલ પાર્ટીસ-RUPPS) માંથી લગભગ બે-તૃતીયાંશ પક્ષોના વાર્ષિક ઓડિટ સ્‍ટેટમેન્‍ટ અથવા ફંડ અંગેના અહેવાલો સાર્વજનિક રીતે ઉપલબ્‍ધ નહોતા. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્‍સ (ADR) ના રિપોર્ટ મુજબ, આમ છતાં આવા ૧૫ પક્ષોએ ૨૦,૦૦૦થી વધુ રકમ આપનારા દાતાઓ પાસેથી રુા.૧,૦૬૪ કરોડથી વધુનું દાન મળ્‍યું હોવાની જાહેરાત કરી છે.

અહેવાલમાં જણાવ્‍યા મુજબ, ચૂંટણી પંચ દ્વારા સૂચિબદ્ધ કરવામાં આવેલા અંદાજે ૨,૦૭૪ નોંધાયેલા અમાન્‍ય રાજકીય પક્ષમાંથી ૧,૩૩૦ પક્ષોનો એક પણ અહેવાલ રાજ્‍યના મુખ્‍ય ચૂંટણી અધિકારીઓની વેબસાઇટ પર ઉપલબ્‍ધ નહોતો. મોટાભાગનું દાન માત્ર થોડા પક્ષોના ખાતામાં જ કેન્‍દ્રિત થયું હતું. ન્‍યૂ ઈન્‍ડિયા યુનાઈટેડ પાર્ટી એ ૨૦,૦૦૦થી વધુની શ્રેણીમાં સૌથી વધુ રુા.૨૭૦.૯૯ કરોડનું દાન જાહેર કર્યું છે. ત્‍યારબાદ સ્‍વતંત્રતા અભિવ્‍યક્‍તિ પાર્ટી ને રુા.૨૨૮.૮૧ કરોડ અને ભારતીય ગરીબ વિકાસ કલ્‍યાણ પાર્ટી ને રુા. ૧૭૦.૦૪ કરોડનું દાન મળ્‍યું છે. આ અહેવાલમાં ૧૪ પક્ષોએ જાહેર કરેલી વિગતોમાં વિસંગતતાઓ તરફ પણ ધ્‍યાન દોરવામાં આવ્‍યું છે, જેમણે ઓડિટ રિપોર્ટમાં જાહેર કરેલા કુલ દાન કરતાં ૨૦,૦૦૦થી વધુની શ્રેણીમાં દર્શાવેલું ાન વધારે હતું. ત્રણ પક્ષોએ તેમનું કુલ દાન શૂન્‍ય જાહેર કર્યું હોવા છતાં ૨૦,૦૦૦થી વધુની શ્રેણીમાં મળેલા દાનની વિગતો દર્શાવી હતી

જન સુરાજ પાર્ટીને રુા.૧૦૧.૩૨ કરોડ મળ્‍યાં અને માત્ર રુા.૯ ૨૦ કરોડનો ખર્ચ થયો

જન સુરાજ પાર્ટી ૨૦૨૫ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં ૨૩૮ બેઠકો પર ચૂંટણી લડી હતી પરંતુ એક પણ બેઠક જીતી શકી નહોતી, તેણે વર્ષ ૨૦૦૪-૨૫ દરમિયાન રુા.૧૦૧,૧૨ કરોડની આવક જાહેર કરી છે, જેમાં ૮૯.૪૦ કરોડના ઘનનો સમાવેશ થાય છે. આ સમયગાળામાં પક્ષનો ખર્ચ રુા.૫.૨૦ કરોડ રહ્યો હતો. ત્‍યારપછી, જુલાઈમાં યોજાયેલી પેટાચૂંટણીમાં પ્રશાંત કિશોરની જીત સાથે પક્ષે રાજય વિધાનસભામાં એક બેઠક જીતી છે અને બિહાર વિધાન પરિષદમાં પણ એક બેઠક મેળવી છે. ્ન પક્ષોના ટોચના છ દાતાઓ દ્વારા કરાયેલા કુલ દાનમાં કુલ ર જન સુરાજ પક્ષના ટોચના ૧૦ દાતાઓનો હિસ્‍સો ૧૦૭૭ ટકા હતો, જેમણે ૧૦૪ ટ્રાન્‍ઝેક્‍શન દ્વારા રુા.૯૭.૭૨ કરોડનો ફાળો આપ્‍યો હતો. વેધાસ વેન્‍ચર્સ કંપનીએ ટ્રાન્‍ઝેક્‍શન દ્વારા જન સુરાજને રૂા.૮૫ કરોડ આપ્‍યા હતા, જ્‍યારે પક્ષના સ્‍થાપક પ્રશાંત કિશોરે ટ્રાન્‍ઝેક્‍શન દ્વારા રુા.૧૦ કરોડનું ધન આપ્‍યું હતું.

(10:04 AM IST)