તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
બે મહિલાએ પોતાના પતિઓને છોડી એકબીજા સાથે લગ્ન કર્યા
બચપન કા પ્યારઃ લગ્ન પછી પણ મોહ ન છુટયો : બંનેના પતિઓએ દાવો કર્યો છે કે તેમની પત્નીઓ વચ્ચે લગભગ દોઢ વર્ષથી પ્રેમ સંબંધ હતો અને હવે બંને એકબીજા સાથે લગ્ન કરી ચુકી છે

ફરીદાબાદ,તા.૯: હરિયાણાના પલવલ અને ગુરુગ્રામ સાથે જોડાયેલો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નાનપણની બે બહેનપણીએ પોતપોતાના પરિવાર અને પતિને છોડી ગુમ થઈ ગઈ છે. બંનેના પતિઓએ દાવો કર્યો છે કે તેમની પત્નીઓ વચ્ચે લગભગ દોઢ વર્ષથી પ્રેમ સંબંધ હતો અને હવે બંને એકબીજા સાથે લગ્ન કરી ચુકી છે. જો કે પોલીસે આ દાવાની હાલમાં પુષ્ટિ નથી કરી. પલવલના રહેવાસી સન્નીના જણાવ્યા અનુસાર, તેમના લગ્ન વર્ષ ૨૦૨૦માં બલ્લભગઢની રહેવાસી મંજૂ સાથે થયા હતા. બંનેને બે બાળકો પણ છે. ૨૧ ઓગસ્ટના રોજ મંજૂ બંને બાળકોને લઈ ઘરેથી નીકળી ગઈ હતી. સન્નીનો આરોપ છે કે ઘરમાંથી લગભગ ૪ લાખ રુપિયાના દાગીના પણ ગાયબ છે.
સન્નીએ જ્યારે મંજૂની બહેનપણી રીણા વિશે શોધખોળ કરી તો જાણવા મળ્યું કે, તે પણ પોતાના પતિ અને બાળકોને મૂકી ગાયબ થઈ છે. રીણાના લગ્ન વર્ષ ૨૦૨૦માં ગુરુગ્રામના પટૌદી વિસ્તારના રહેવાસી વેદપાલ સાથે થયા હતા. તેમને પણ બે સંતાનો છે. વેદપાલનો આરોપ છે કે, રીણા લગભગ ૫ લાખ રુપિયાના દાગીના અને થોડી રોકડ રકમ સાથે ગાયબ થઈ ગઈ છે.
સન્નીનો દાવો છે કે, મંજૂ અને રીણા નાનપણથી બહેનપણી છે અને બંનેએ ૧૨માં ધોરણ સુધી સાથે અભ્યાસ કર્યો હતો. છેલ્લા દોઢ વર્ષથી બંને વચ્ચે ફોન પર કલાકો સાથે વાતચીત થતી હતી. પરિવાર તેને સામાન્ય દોસ્તી માનતો રહ્યો. બંને જ્યારે બાળકો સાથે એક સાથે ગાયબ થઈ અને મોબાઈલ ચેટ સામે આવી તો પતિઓને તેમના સંબંધ પર શંકા ગઈ. દાવો છે કે, ચેટમાં બંને એકબીજાને માઈ વાઈફ, માય લવ અને બાબૂ જેવા શબ્દોથી સંબંધોન કરતી હતી. એક ચેટમાં મંજૂએ રીણાને જન્મદિવસની શુભકામના આપતા પ્રેમાળ વાતો લખી હતી. આવી જ રીતે વાતચીતનો આધાર બનાવીને પતિ બંને એક બીજાની વચ્ચે પ્રેમ સંબંધ હોવાનો દાવો કરી રહ્યા છે.
બંને પતિઓનું કહેવું છે કે, તેમને હવે તેમની પત્નીઓથી કોઈ વાંધો નથી, પણ તેમની સૌથી મોટી ચિતા ચાર બાળકોની છે. તેઓ ઈચ્છે છે કે મહિલાઓ જ્યાં પણ હોય, બાળકો સુરક્ષિત રીતે પાછા આપી જાય.
પલવલની ભવનકુંડ ચોકી પોલીસે સન્નીની ફરિયાદ પર કેસ નોંધી મહિલાઓ અને બાળકોને શોધખોળ હાથ ધરી છે. તો વળી ગુરુગ્રામના પટૌદી વિસ્તારની પોલીસે પણ વેદપાલની ફરિયાદ પર મહિલા ગુમ થવાનો મામલો નોંધી લીધો છે. હાલમાં પોલીસ બંને મહિલાઓ અને ચારેય બાળકોને શોધી રહી છે. બંને મળ્યા બાદ આ સ્પષ્ટ થઈ શકશે કે તે ક્યાં ગઈ હતી. બાળકોની સ્થિતિ શું છે અને બંને મહિલાઓએ હકીકતમાં લગ્ન કર્યા છે કે નહીં.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
