તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
વાહનમાં સૂતેલા બે શ્રમિકોને જીવતા સળગાવાયા!
અમરેલી જીલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની ઘટનાઃ મધ્યપ્રદેશના ૨ પરપ્રાંતીયની હત્યાથી ખળભળાટ : તુફાન ગાડીમાં સુતા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ બહારથી આગ લગાવી દીધી હોવાની આશંકાઃ પોલીસ તપાસનો ધમધમાટ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૩: જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામમાં ભયાનક ઘટના ઘટી છે. ગુંદરણ ગામની સીમમાં પેસેન્જર તુફાન વાહનમાં આગ લાગવાથી બે શ્રમિકોનાં મોત નીપજ્યાં છે. વાહન સંપૂર્ણપણે બળેલી હાલતમાં મળી આવ્યું હતું અને અંદરથી બે વ્યક્તિના મળતદેહ મળી આવ્યા હતા. પ્રાથમિક વિગતો મુજબ, બંને શ્રમિકો વાહનમાં સૂતા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ બહારથી આગ લગાવી હોવાની આશંકા છે. મળતકોની ઓળખ મધ્યપ્રદેશના રવિ કમલેશભાઈ બધેલ (ઉંમર ૧૬ વર્ષ) અને નીતિન રામસીંગ પચાયા (ઉંમર ૨૧ વર્ષ) તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં લીલીયા પોલીસ, DYSP અને FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે હત્યાની આશંકા સાથે તપાસ શરૂ કરી છે.
ગુંદરણ ગામની સીમમાં બળેલી હાલતમાં મળી તુફાન ગાડી - મળતી માહિતી મુજબ, લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં એક પેસેન્જર તુફાન વાહન આગ લાગેલી હાલતમાં મળી આવ્યું હતું. વાહનની અંદર તપાસ કરતાં બે વ્યક્તિના મળતદેહ મળી આવ્યા હતા. પ્રાથમિક વિગતો પ્રમાણે, બંને શ્રમિકો રાત્રિના સમયે વાહનમાં સૂતા હતા. આ દરમિયાન અજાણ્યા શખ્સોએ વાહનને બહારથી આગ લગાવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મધ્યપ્રદેશના બે શ્રમિકોનાં મોત - આ ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં રવિ કમલેશભાઈ બધેલ (૧૬) અને નીતિન રામસીંગ પચાયા (૨૧)નો સમાવેશ થાય છે. બંને મૂળ મધ્યપ્રદેશના વતની હોવાનું જાણવા મળ્યું છે અને અમરેલી પંથકમાં મજૂરીકામ કરતા હતા. વાહનમાં લાગેલી આગમાં બંનેનાં મોત નીપજ્યાં હતાં.
DYSP અને FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી - ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને DYSP વિસ્મય માનસેતા સહિત લીલીયા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. FSLની ટીમે પણ સ્થળ પર તપાસ હાથ ધરી હતી અને જરૂરી નમૂનાઓ એકત્ર કરવાની કામગીરી કરી હતી. વાહનમાં આગ કયા સંજોગોમાં લાગી અને તેમાં કોઈએ જાણીજોઈને આગ લગાવી હતી કે કેમ તે સહિતના પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
હત્યાની ફરિયાદ નોંધવાની તજવીજ, પોલીસ તપાસ ચાલુ - લીલીયા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે હત્યાની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બંને શ્રમિકો સાથે કોઈ તકરાર કે જૂની અદાવત હતી કે કેમ તે સહિતના વિવિધ પાસાઓ તપાસવામાં આવી રહ્યા છે. પોલીસે સ્થાનિક લોકોની પૂછપરછ સહિતની કાર્યવાહી શરૂ કરી છે. જોકે, આગ લગાવવાનું ચોક્કસ કારણ અને ઘટનામાં સંડોવાયેલા શખ્સો અંગે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટતા થશે. (રર
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
