તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
પાકિસ્તાનને UAEનો જોરદાર આંચકો: ૨,૦૦૦ પાકિસ્તાનીઓને દુબઈ-અબુ ધાબીમાંથી હાંકી કાઢ્યા, રોકડા રૂપિયા અને સામાન પણ જપ્ત!
ઈરાન-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે ખાડી દેશોના રાજકારણમાં મોટો ગરમાવો : મધ્યસ્થી અને સાઉદી અરેબિયાના ખુલ્લા સમર્થનથી નારાજ યુએઈએ શાહબાઝ શરીફ સરકાર પર આર્થિક સર્જિકલ સ્ટ્રાઈક કરી

ઇસ્લામાબાદ: આર્થિક કટોકટી અને આંતરરાષ્ટ્રીય મોરચે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા પાકિસ્તાનને સંયુક્ત આરબ અમીરાત (UAE) તરફથી વધુ એક મોટો આંચકો લાગ્યો છે. પાકિસ્તાનની સંસદમાં રજૂ કરાયેલા સત્તાવાર આંકડાઓ અનુસાર, UAE સરકારે દુબઈ અને અબુ ધાબી જેવા પ્રદેશોમાંથી ૨,૦૦૦ થી વધુ પાકિસ્તાની નાગરિકોને બળજબરીથી દેશનિકાલ (ડિપોર્ટ) કરી દીધા છે. ચોંકાવનારી વાત એ છે કે આ કાર્યવાહી દરમિયાન પાકિસ્તાનીઓના રોકડા પૈસા અને કિંમતી સામાન પણ જપ્ત કરી લેવામાં આવ્યા હોવાના અહેવાલ છે. ઈરાન અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા વર્તમાન યુદ્ધના માહોલ વચ્ચે UAEનું આ આકરૂં વલણ શાહબાઝ શરીફ સરકાર માટે મોટો રાજદ્વારી ફટકો માનવામાં આવી રહ્યો છે. આ મુદ્દે પાકિસ્તાની સંસદમાં વિપક્ષે ભારે હોબાળો મચાવી સરકારને ઘેરતા આખરે વિદેશ બાબતોની સમિતિ દ્વારા હાઈ-લેવલ તપાસની જાહેરાત કરવામાં આવી છે.
પાકિસ્તાનના પ્રખ્યાત અખબાર 'ડૉન' ના અહેવાલ મુજબ, સંસદમાં વિરોધ પક્ષના સાંસદોએ દાવો કર્યો છે કે દેશનિકાલ કરાયેલા નિર્દોષ પાકિસ્તાનીઓને યુએઈમાં પહેલા અટકાયતમાં રાખીને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. જોકે, પાકિસ્તાની વિદેશ મંત્રાલયે બચાવ કરતા સંસદને જણાવ્યું કે હાંકી કાઢવામાં આવેલા લોકોમાંથી મોટાભાગના ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હતા અથવા વિઝિટ વિઝા પર ગેરકાયદેસર રીતે ભીખ માંગવાના રેકેટ સાથે જોડાયેલા હતા. બીજી તરફ, 'ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ' ના એક અહેવાલમાં દાવો કરાયો છે કે યુએઈ વહીવટીતંત્રે જાસૂસી અને સુરક્ષાના જોખમને ધ્યાનમાં રાખીને અબુ ધાબીમાંથી પાકિસ્તાની શિયા સમુદાયના લોકોને ટાર્ગેટ કરીને બહાર કાઢ્યા છે. સરકારી ડેટા અનુસાર, છેલ્લા ૫ વર્ષમાં જ અખાતી દેશોમાંથી ૧.૬૪ લાખથી વધુ પાકિસ્તાનીઓને હાંકી કઢાયા છે, જેમાંથી ૧ લાખ સાઉદી અરેબિયા અને ૬૪,૦૦૦ યુએઈમાંથી પરત મોકલાયા છે.
વ્યૂહાત્મક દ્રષ્ટિએ જોઈએ તો, યુએઈની આ નારાજગી પાછળ મધ્ય-પૂર્વના દેશોનું આંતરિક રાજકારણ જવાબદાર છે. ઈરાન સાથેના સંઘર્ષ દરમિયાન પાકિસ્તાને સાઉદી અરેબિયાને ખુલ્લું સૈન્ય સમર્થન જાહેર કર્યું હતું, જે યુએઈને પસંદ આવ્યું નહોતું. આ ઉપરાંત, જ્યારે પાકિસ્તાને આ યુદ્ધમાં મધ્યસ્થી અને યુદ્ધવિરામ માટેના પ્રયાસો શરૂ કર્યા, ત્યારે તેણે અબુ ધાબીના શાસકોને વિશ્વાસમાં લીધા વિના એકતરફી કદમ ઉઠાવ્યા હતા. આ રાજદ્વારી અપમાનનો બદલો લેવા માટે યુએઈએ પાકિસ્તાનને આપેલું અબજો ડોલરનું દેવું તાત્કાલિક વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ આપ્યો હતો, જે પાકિસ્તાને છેલ્લી ઘડીએ સાઉદીની આર્થિક મદદ લઈને ચૂકવવું પડ્યું હતું. હાલમાં ૨૦ લાખ પાકિસ્તાનીઓ યુએઈમાં રહીને વાર્ષિક ૮ અબજ ડોલરની વિદેશી કમાણી (રેમિટન્સ) ઇસ્લામાબાદ મોકલે છે, ત્યારે યુએઈ જો પોતાના આ વર્કફોર્સમાં વધુ ઘટાડો કરશે તો પાકિસ્તાન આખું બરબાદ થઈ જશે.
(8:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
