<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

પાકિસ્તાનને યુએઈનો ઝટકો: સાઉદી અરેબિયા ૩ અબજ ડોલરની મદદ કરશે

સરકાર યુરોબોન્ડ્સ અને ચાઇનીઝ ચલણમાં પાંડા બોન્ડ બહાર પાડવાન વિકલ્પો પણ વિચારી રહી છે: ઔરંગઝેબ

આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને યુએઈએ ૩.૫ અબજ ડોલરની લોન ચૂકવવા કહ્યું છે. જેથી પાકિસ્તાન હવે સાઉદી અરેબિયા અને ચીન પાસેથી મદદ માંગી રહ્યું છે.

 

પાકિસ્તાન અત્યારે ભારે નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. યુનાઇટેડ આરબ અમીરાત (યુએઈ) દ્વારા ૩.૫ અબજ ડોલરની લોનની મુદત વધારવાનો ઇનકાર કરતા પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. 

 

હવે ઇસ્લામાબાદે આ મહિનાના અંત સુધીમાં આ રકમ ચૂકવવાની રહેશે. આ સ્થિતિને પહોંચી વળવા માટે પાકિસ્તાન સાઉદી અરેબિયા અને ચીન પાસેથી ૩ અબજ ડોલરની આર્થિક સહાય મેળવવા માટે વાટાઘાટો કરી રહ્યું છે. 

 

પાકિસ્તાનના નાણામંત્રી મુહમ્મદ ઔરંગઝેબના જણાવ્યા અનુસાર, સરકાર યુરોબોન્ડ્સ અને ચાઇનીઝ ચલણમાં પાંડા બોન્ડ બહાર પાડવા જેવા અન્ય વિકલ્પો પણ વિચારી રહી છે. યુએઈને લોન ચૂકવ્યા બાદ પાકિસ્તાનનું વિદેશી હૂંડિયામણ અનામત, જે અત્યારે ૧૬ અબજ ડોલર છે, તેના પર ભારે દબાણ આવવાની સંભાવના છે.

 

(2:23 PM IST)