News of Saturday, 20th June 2026
ઉદભવની હાલત શોલેના અસરાની જેવી, હું સિંહ છું...
શિવસેનાના સ્થાપના દિવસે એકનાથ શિંદેનો પ્રહાર : આ તો માત્ર ટ્રેલર છે, આખી ફિલ્મ હજી બાકી છે. આજે તમારી સામે એક વાઘ ઊભો છે. કેટલાક કુતરા ભસતા રહે છે, તેઓ કાલે પણ ભસશે. કુતરાઓ ટોળામાં ભસે છે, પરંતુ સિહ એકલો આવે છે. આ જ અસલી શિવસેના છે

મુંબઈ તા.૨૦: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. શિવસેનાના ૬૦મા સ્થાપના દિવસ ના અવસરે મુખ્યમંત્રી એકનાથ શિદે અને શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એકબીજા પર આકરા સવાલો અને રાજકીય તીર છોડ્યા છે. એક તરફ એકનાથ શિંદેએ પોતાને સિહ અને વાઘ ગણાવીને વિરોધીઓની સરખામણી ફિલ્મ શોલેના અસરાની સાથે કરી છે. તો બીજી તરફ, ભારે ભાવુક દેખાતા ઉદ્ધવ ઠાકરેએ શિવસૈનિકો સામે પદ છોડવાની ઓફર મૂકી દીધી છે.
આ નવો વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ઉદ્ધવ ઠાકરેના જૂથમાં મોટું સંકટ ઘેરાયું છે. અહેવાલો છે કે ઉદ્ધવ જૂથના ૯ લોકસભા સાંસદો માંથી ૬ સાંસદો પક્ષ પલટો કરીને શિદે જૂથની શિવસેનામાં સામેલ થઈ શકે છે. જો આવું થશે, તો આ ઘટના વર્ષ ૨૦૨૨ના એ ઐતિહાસિક બળવા ની યાદ તાજી કરાવશે જેણે મહારાષ્ટ્રની સત્તા પલટી નાખી હતી, અને જેના પછી ચૂંટણી પંચે શિદે જૂથને અસલી શિવસેના માનીને તીર-કમાનનું પ્રતીક સોંપ્યું હતું.
મુંબઈમાં પોતાના કાર્યકરોને સંબોધિત કરતા મુખ્યમંત્રી એકનાથ શિદેએ પોતાને બાળાસાહેબ ઠાકરેના રાજકીય વારસાના અસલી હકદાર ગણાવ્યા. શિદેએ આક્રમક અંદાજમાં કહ્યું: આ તો માત્ર ટ્રેલર છે, આખી ફિલ્મ હજી બાકી છે. આજે તમારી સામે એક વાઘ ઊભો છે. કેટલાક કુતરા ભસતા રહે છે, તેઓ કાલે પણ ભસશે. કુતરાઓ ટોળામાં ભસે છે, પરંતુ સિહ (Lion) એકલો આવે છે. આ જ અસલી શિવસેના છે.
તેમણે ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ (Taunt) કરતા પૂછ્યું કે, આખરે નેતાઓ અને કાર્યકરો તેમનો સાથ કેમ છોડી રહ્યા છે? તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ આ બાબતે થોડું આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.
શિંદેએ સુપરહીટ ફિલ્મ 'શોલે'ના પ્રખ્યાત ડાયલોગનો (Famous Dialogue) ઉલ્લેખ કરતા કહ્યું, તમને ફિલ્મ શોલેમાં જેલર બનેલા અસરાનીનો એ ડાયલોગ યાદ છે? આધે ઇધર જાઓ, આધે ઉધર જાઓ ઓર બાકી હમારે પીછે આઓ. પણ ઉદ્ધવની પાછળ કોણ છે? કોઈ નહીં! તેમની પાસે હવે માત્ર ચમચાઓ અને ચાટુકરો જ બચ્યા છે. તમારા પગ નીચે જમીન નથી અને આヘર્યની વાત એ છે કે તમને હજુ સુધી તેનો અહેસાસ (Realization) પણ નથી.ૅ તેમણે સ્પષ્ટ કર્યું કે શિવસેના કોઈ જમીનનો ટુકડો નથી, તે કરોડો લોકોની વિચારધારા (Ideology) છે.
બીજી તરફ, સાંસદોના સંભવિત બળવાની અફવાઓ વચ્ચે ઉદ્ધવ ઠાકરેનો એક અલગ અને અત્યંત ભાવુક અંદાજ જોવા મળ્યો. ઠાકરેએ તેમના સમર્થકો સમક્ષ કહ્યું આજે મારો આત્મા ખરેખર ખૂબ દુખી છે. જો તમારામાંથી કોઈને પણ એવું લાગતું હોય કે હું આ પદને લાયક (નથી, તો મને મોઢા પર કહો. હું અત્યારે જ આ પદ પરથી હટવા તૈયાર છું.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે તેમને સત્તા કે પદની કોઈ લાલચ (Greed) નથી. તેમનો એક જ સંકલ્પ છે કે સોના કરતાં પણ કિમતી એવી શિવસેનાને પાછલા બારણેથી ચોરો અને ગદ્દારોના હાથમાં જવા દેવી નથી.
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
