હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઉદ્ધવ ઠાકરે જૂથને મહારાષ્ટ્રમાં વધુ એક મોટો ઝટકો: રાષ્ટ્રીય પ્રવક્તા આનંદ દુબેએ આપ્યું રાજીનામું : શિંદે જૂથની શિવસેનામાં જોડાયા!
ચૂંટણી પંચ, SIR અને CJP ના વલણથી નારાજ થઈને ઠાકરે જૂથનો સાથ છોડ્યો: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં વિધિવત પ્રવેશીને કહ્યું, "હું એવી ટ્રેનમાં મુસાફરી નહીં કરું જેમાં વંદા (કોકરોચ) હોય!"

મુંબઈ: મહારાષ્ટ્રની રાજનીતિમાં ગરમાવો વધી રહ્યો છે ત્યારે મુંબઈમાં મહા વિકાસ આઘાડી (MVA) અને ખાસ કરીને ઉદ્ધવ ઠાકરે જૂથ (શિવસેના UBT) ને વધુ એક આકરો ઝટકો લાગ્યો છે. પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને ઉત્તર ભારતીય ચહેરા તરીકે જાણીતા નેતા આનંદ દુબેએ શિવસેના UBT ના પ્રાથમિક સભ્યપદ અને પ્રવક્તા પદ પરથી સત્તાવાર રીતે રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યાના તુરંત જ બાદ તેઓ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની વિશેષ ઉપસ્થિતિમાં મુંબઈ ખાતે શિવસેના (શિંદે જૂથ) માં વિધિવત રીતે જોડાયા છે, જેનાથી ઠાકરે જૂથમાં મોટું ગાબડું પડ્યું છે.
પોતાના રાજીનામા બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં આનંદ દુબેએ અત્યંત આકરા શબ્દોમાં પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ ભારે મનોમંથન અને પરેશાનીમાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે ચૂંટણી પંચ, SIR મુદ્દાઓ તેમજ CJP પ્રત્યે શિવસેના UBT ના વલણ સાથે તેઓ બિલકુલ અસંમત હતા અને આવા વાતાવરણમાં કામ કરવું તેમના માટે અશક્ય બની ગયું હતું. આકરા પ્રહારો કરતાં દુબેએ કહ્યું હતું કે, "હું એવી ટ્રેનમાં મુસાફરી કરવા તૈયાર નથી જેમાં વંદા (કોકરોચ) હોય! મને જ્યારે યોગ્ય અને રાષ્ટ્રવાદી પ્લેટફોર્મ મળશે ત્યારે હું મારી વિચારધારા મુજબ કામ કરીશ."
પોતાની વિચારધારા સ્પષ્ટ કરતાં આનંદ દુબેએ વધુમાં ઉમેર્યું હતું કે, સરજીલ ઈમામ, ઉમર ખાલિદ કે ધ્રુવ રાઠી જેવા લોકો તેમના આદર્શ ક્યારેય હોઈ શકે નહીં, પરંતુ છત્રપતિ શિવાજી મહારાજ, વીર સાવરકર અને સ્મિત માછર તેમના સાચા પ્રેરણાસ્ત્રોત છે. એક તરફ મહારાષ્ટ્રમાં વિપક્ષી ગઠબંધન મહા વિકાસ આઘાડી પોતાની એકતાના દાવા કરી રહ્યું છે, ત્યારે ચૂંટણી ટાણે જ હિન્દી ભાષી અગ્રણી નેતા અને પ્રવક્તા આનંદ દુબેના પક્ષપલટાથી ઉદ્ધવ ઠાકરે જૂથ માટે મોટો રાજકીય પડકાર ઊભો થયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
