તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
UIDAI એ mAadhaar એપ બંધ કરી દીધી:જાણો નવું આધાર એપ કેવી રીતે ડાઉનલોડ અને સેટઅપ કરવું?
તમામ વપરાશકર્તાઓએ હવે ઓફિશિયલ નવું આધાર એપ ડાઉનલોડ કરીને તેને ફરીથી સેટઅપ કરવું અનિવાર્ય

ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તાધિકારી (UIDAI) દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ, હવે જૂની mAadhaar એપ કામ કરવાનું બંધ કરી દેશે. તેથી, તમામ વપરાશકર્તાઓએ હવે ઓફિશિયલ નવું આધાર એપ ડાઉનલોડ કરીને તેને ફરીથી સેટઅપ કરવું અનિવાર્ય છે.
નવું એપ ડાઉનલોડ કર્યા પછી, નીચે મુજબના સ્ટેપ્સ અનુસરીને તેને સેટઅપ કરી શકાય છે.
- એપ ડાઉનલોડ: તમારા એન્ડ્રોઇડ ફોનમાં Google Play Store અથવા આઇફોનમાં App Storeમાં જઈને 'Aadhaar App' સર્ચ કરો અને UIDAIની અધિકૃત એપ ડાઉનલોડ કરો.
- ભાષાની પસંદગી: એપ ઓપન કર્યા પછી, તમારી પસંદગીની ભાષા પસંદ કરો. આ એપ 12 ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે.
- પરમિશન આપો: એપની શરતો સ્વીકારો અને કેમેરા તેમજ સિમ કાર્ડની પરમિશન આપો.
- આધાર નંબર અને વેરિફિકેશન: તમારા 12 અંકના આધાર નંબર (Aadhaar Redacted)ને એપમાં દાખલ કરો. ત્યારબાદ, તમારા ફોનમાં રહેલા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરવાળા SIM સ્લોટને પસંદ કરો, જેથી એપ આપમેળે તેનું વેરિફિકેશન કરી શકે.
- ફેસ ઓથેન્ટિકેશન: સેટઅપમાં સૌથી મહત્વનું સ્ટેપ ફેસ ઓથેન્ટિકેશન છે. સારી રોશની હોય તેવી જગ્યાએ ફોનને તમારા ચહેરાની સામે રાખો અને સ્ક્રીન પર આવતી સૂચનાઓનું પાલન કરો. આ પ્રક્રિયા પૂરી થતા જ તમારી પ્રોફાઇલ રજિસ્ટર થઈ જશે.
- PIN સેટઅપ: અંતમાં, સુરક્ષા માટે 6 અંકનો એક પિન (PIN) સેટ કરો. ભવિષ્યમાં એપ ખોલવા માટે આ પિનની જરૂર પડશે, તેથી તેને યાદ રાખવો.
નવા એપમાં જૂની એપ કરતા વધુ આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે.
- ફેસ ઓથેન્ટિકેશન: હવે તમે ચહેરાના સ્કેન દ્વારા પણ સેવાઓનો લાભ લઈ શકો છો.
- સુરક્ષિત શેરિંગ: ક્યૂઆર કોડ (QR Code) દ્વારા તમે તમારી જરૂરિયાત મુજબની જ માહિતી શેર કરી શકો છો, જેથી આખો આધાર નંબર [Aadhaar Redacted] આપવાની જરૂર રહેતી નથી.
- બાયોમેટ્રિક લોક/અનલોક: તમે તમારી સુરક્ષા માટે બાયોમેટ્રિક ડેટાને એપ દ્વારા જ લોક કે અનલોક કરી શકો છો.
જૂની એપ હવે કાર્યરત નથી, તેથી કોઈપણ પ્રકારની મુશ્કેલીથી બચવા માટે આજે જ આ પ્રક્રિયા પૂર્ણ કરી લેવી હિતાવહ છે. આ સેટઅપ પ્રક્રિયામાં માત્ર થોડી જ મિનિટો લાગે છે.
(11:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
