તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
યુકેની યુનિ.ઓએ વિદેશી વિદ્યાર્થીઓની એડમિશન ઓફરો પાછી ખેંચવા માંડી
સ્ટડી વિઝા અંગેના નિયમોથી પ્રતિકૂળ અસર : આ વર્ષે ૧૫ યુનિવર્સિટીઓએ પાકિસ્તાનના વિદ્યાર્થીઓની સ્ટડી વિઝા અરજી સ્વીકારી નહીં : પાકિસ્તાન અને નાઈજીરિયાના વિદ્યાર્થીઓની સ્ટડી વિઝા અરજીઓ સૌથી વધુ ફગાવાઈ

લંડન,તા.૧૫: બ્રિટીશ યુનિવર્સિટીઓએ પ્રવેશ ઓફર પાછી ખેંચી રહી હોવાથી ભારતીય સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રતિકૂળ અસર થશે. તેવું એક અહેવાલ જણાવે છે.
થોડા મહિના અગાઉં યુનાઈટેડ, કિગ્ડમ (યુકે) હોમ ઓફિસે સ્ટડી વિઝાઓ પર અંકુશો લગાવ્યા છે તે પછી કોલેજો પ્રવેશ ઓફર પાછી ખેંચી રહી છે.યુકે હોમ ઓફિસના નિયમ અનુસાર
જે યુનિવર્સિટીની કુલ એડમિશન ઓફરના પાંચ ટકાની વિઝા નકારવામાં આવે તો તેવી યુનિવર્સિટીઓ પર વિદેશી વિદ્યાર્થીઓને લેવા પર પ્રતિબંધ લાગુ પડી શકે છે. અગાઉ આ નિયમ ૧૦ ટકા સંખ્યાનો હતો.
પાકિસ્તાની અને નાઈજાિરિયન વિદ્યાર્થીઓ સહિતના વિદેશી વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝાનો દુરુપયોગ કરતા હોવાથી આ મર્યાદા અગાઉ ૧૦ ટકા હતી જે ઘટાડીને હવે પાંચ ટકા કરવામાં આવી યુકેની યુનિવર્સિટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશનું કામકાજ કરનારી સંસ્થાઓનું પ્રતિનિત્ત્વ કરતી યુનિવર્સિટીસ યુકે ઈન્ટરનેશનલ (યુયુકેઆઈ)ના ડિરકેટર જેમી સ્મ થિ કહ્યું કે અનુપાલનની મર્યાદા ભંગ થઈ શકે તેવી સંભાવના નિવારવા યુનિવર્સિટીઓ આડેધડ એડમિશન ઓફર્સ પાછી ખેંચી રહી છે ઈમિગ્રેશન સિસ્ટમમાં ભરોસો રાખવો જોઈએ તેવું સ્વીકારતા તેમણે કહ્યું કે વિઝા પ્રક્રિયાનો હવે અંદાજ લગાવવો મુશ્કેલ કાર્ય બન્યું છે.
યુકે હોમ ઓફિસના ડેટાનું વિશ્લેષણ દર્શાવે છે કે આ વર્ષે ૨૦૨૬ના પ્રથમ છ મહિનામાં કુલ સ્ટડી વિઝા અરજીઓમાંથી ૧૦.૫ ટકા સ્ટડી વિઝા અરજીઓ ફગાવવામાં આવી હતી. ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં ૨.૩ ટકા જેટલી જ સ્ટડી વિઝા અરજીઓ ફગાવવામાં આવી હતી અને ૨૦૨૩માં & તો આ આંકડો ફક્ત ૦.૪ ટકાનો હતો ૨૦૨૬ના પ્રથમ છ મહિનામાં ટ્ટ પાકિસ્તાનમાંથી આવેલી કુલ સ્ટડી વિઝા અરજીઓમાંથી ૪૦.૯ ટકા સ્વીકારવામાં આવી ન હતી જે આંકડો ૨૦૨૫ના ' પ્રથમ છ મહિનામાં ફક્ત ૩ ટકા હતો
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
