તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
યુક્રેન પર ગુસ્સે ભરાયેલા ટ્રમ્પની સલાહ: "રશિયન તેલ સ્થાપનો અને ડીઝલ ડેપો પર હુમલો ન કરો"
અન્ય લશ્કરી મથકોને નિશાન બનાવવાની આપી છૂટ : ડીઝલ ઇંધણની અછત અને પુરવઠા પર અસર પડતી હોવાનો ટ્રમ્પનો દાવો

મોસ્કો: ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને રશિયાના તેલ સ્થાપનો અને ઉર્જા માળખા પરના હુમલાઓ તાત્કાલિક બંધ કરવા ખાસ વિનંતી કરી છે. ડનબેગ ક્લબ ખાતે આયોજિત ગોલ્ફ ટુર્નામેન્ટ 'આઇરિશ ઓપન' દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે આ નિવેદન આપ્યું હતું, જેનાથી રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે તેલ સ્થાપનો પરના હુમલાનો મુદ્દો ફરી એકવાર વૈશ્વિક ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
પત્રકારો દ્વારા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની તાજેતરની ચર્ચા અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતાં ટ્રમ્પે સીધી અપીલ કરી હતી કે યુક્રેન રશિયામાં અન્ય લશ્કરી લક્ષ્યો પર હુમલો કરી શકે છે, પરંતુ ડીઝલ અને ઇંધણ સુવિધાઓને નિશાન બનાવવાનું ટાળવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે યુક્રેન દ્વારા થઈ રહેલા સતત હુમલાઓના કારણે રશિયામાં ઇંધણ પુરવઠામાં મોટા પાયે વિક્ષેપ પડી રહ્યો છે અને ડીઝલની ભારે અછત સર્જાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ચાર વર્ષથી સંઘર્ષ ચાલી રહ્યો છે, જેમાં બંને દેશો એકબીજાના વ્યૂહાત્મક અને ઉર્જા સ્થાપનોને નિશાન બનાવી રહ્યા છે. ટ્રમ્પે યુદ્ધનો અંત લાવવાની જરૂરિયાત પર ભાર મૂકતા સ્પષ્ટ કર્યું હતું કે ઇંધણ પરના હુમલાઓ રોકીને અન્ય લશ્કરી થાણાઓને લક્ષ્ય બનાવી શકાય છે.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
