તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st May 2026
યુક્રેન-રશિયા તણાવ: ઝાપોરિઝ્ઝિયા ન્યૂક્લિયર પ્લાન્ટ પર ડ્રોન હુમલાનો દાવો
યુક્રેને આ આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવીને તેને રશિયાનો માત્ર 'પ્રોપેગન્ડા' ગણાવીને ફગાવી દીધા

રશિયાની સરકારી ન્યૂક્લિયર કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે શનિવારે યુક્રેનના એક કામિકાઝે ડ્રોને યુરોપના સૌથી મોટા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ 'ઝાપોરિઝ્ઝિયા' પર હુમલો કર્યો છે. જોકે, યુક્રેને આ આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવીને તેને રશિયાનો માત્ર 'પ્રોપેગન્ડા' ગણાવીને ફગાવી દીધા છે.
કંપનીના વડા એલેક્સી લિખાચેવે આ ઘટના અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, બપોરના સમયે યુક્રેનના એક કામિકાઝે ડ્રોને પ્લાન્ટના પાવર યુનિટ નંબર 6ની ટર્બાઇન હોલની ઇમારતને નિશાન બનાવી હતી, જેના પરિણામે ત્યાં વિસ્ફોટ થયો હતો. લિખાચેવે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે, આ હુમલામાં ન્યૂક્લિયર પ્લાન્ટના કોઈ પણ મુખ્ય સાધનો કે સુરક્ષા પ્રણાલીને નુકસાન થયું નથી, પરંતુ આ વિસ્ફોટને કારણે ટર્બાઇન હોલની દીવાલમાં એક મોટું કાણું પડી ગયું છે.
આ ઘટના બાદ સુરક્ષા વ્યવસ્થા અને પરમાણુ પ્લાન્ટની સલામતી અંગે ચિંતાઓ ફરીથી તેજ બની છે, જ્યારે બંને દેશો એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે.
(12:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
