<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

દ.ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્‍વરૂપ : ઉમરગામમાં મેઘ તાંડવઃ ર૪ કલાકમાં અધધધ.... ૪૨ ઇંચ

ઉમરપાડામાં ૩૪ ઇંચ વરસાદ : કપરાડા ૨૮.૫-નાનાપોંઢા ૨૬-ધરમપુર ૨૦-પારડી ૧૮-વાંસદા ૧૭.૫-વાપી ૧૬.૫-વલસાડ ૧૬-ડોલવણ ૧૫-વઘઈ ૧૫-ખેરગામ ૧૪.૫-વાલોડ અને ઉમરપાડા ૧૦ ઇંચ : દમણ અને સેલવાસમાં પણ ચિક્કાર વરસાદ : ચારે બાજુ પાણી જ પાણી....અનેક રસ્‍તા ઓ બંધ, રેલવે અંડર પાસ બંધ, ઘરો, સોસાયટીઓ, દુકાનો અને કોમ્‍પલેક્ષમાં પાણી ફરી વળ્‍યાઃ રસ્‍તાઓ બન્‍યા જાણે નદીઃ ભારેથી અતી ભારે નુકસાનીઃ મધુવન ડેમ ના ૧૦ દરવાજા ખોલી ૨,૧૫,૦૦૦ ક્‍યુસેક પાણી છોડવામાં આવ્‍યું

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃચોમાસા ની સીઝન ના બીજા રાઉન્‍ડ માં દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ, નવસારી અને ડાંગ જિલ્‍લામાં અભૂતપૂર્વ મેઘતાંડવ જોવા મળ્‍યું છે, જેમાં માત્ર ૨૪ કલાક માં ૫ ઇંચ થી લઈને ૩૬ ઇંચ સુધી નો અતિભારે વરસાદ નોંધાતા સર્વત્ર પાણી જ પાણી થઈ પડ્‍યું છે. છેલ્લા ર૪ કલાકમાં દ.ગુજરાતમાં આભ ફાટયુ હય તેવું જણાય છે. ઉમરગામમાં ર૪ કલાકમાં ૪ર ઇંચ અને ઉમરપાડામાં ૩૪ ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્‍થીતી ઉભી થઇ છે. સમગ્ર દ. ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્‍વરૂપ જોવા મળી રહયુ છે.ઉમરગામ, ધરમપુર, પારડી, વાપી સહિત અનેક વિસ્‍તારોમાં પાણી ફરી વળ્‍યા છે, દુકાનો તો ઠીક કોમ્‍પલેક્ષમાં પાણી ફરી વળ્‍યા છે, ઘરો જ નહીં સોસાયટી ની સોસાયટી માં પાણી ઘૂસ્‍યા છે, મુખ્‍ય માર્ગો પર પાણી ફરી વળ્‍યા છે, રેલ્‍વે ગરનાળા અને રેલવે અંડર પાસ પાણીમાં ગરકાવ થયા છે, અનેક કોઝવે ઉપર પાણી ને પગલે સેંકડો રસ્‍તા ઓ બંધ થયા છે, વીજળી વેરણ થવું તો સામાન્‍ય થઈ જવા પામ્‍યું છે, ભારે થી અતી ભારે નુકસાન થવા પામ્‍યું છે.

દમણગંગા નદીના મધુબન ડેમની જળ સપાટી આજે સવારે ૮ કલાકે ૭૫.૫૫ ફૂટે પહોંચી ગઈ છે, ડેમ માં ૨,૩૧, ૬૬૪ ક્‍યુસેક પાણી ના ઈન્‍ફલો સામે ૨,૧૫,૬૨૧ ક્‍યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, ડેમ ના ૧૦ દરવાજા ૪.૫૦ મીટર ખોલતા વાપી અને સેલવાસ ના અનેક નીચાણવાળા વિસ્‍તારો માં તેની અસર જોવા મળી છે.

વલસાડ, નવસારી અને સુરત જીલ્‍લા ની તમામ શાળા ઓ કોલેજો અને તમામ શૈક્ષણિક સંસ્‍થાઓ માં રજા જાહેર કરવામાં આવી છે, જનજીવન સંપૂર્ણ પણે ખોરવાયું છે હજુ પણ મેઘરાજા ખમૈયા કરવા ના મૂડ માં જણાતા નથી, વહીવટી તંત્ર ના અથાગ પ્રયત્‍નો કુદરત ના કહેર સામે વામણું પુરવાર થઈ રહ્યું છે.

(2:45 PM IST)