હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએન નિષ્ણાતો પર રુબિયોનો પ્રહાર: "યુનિફાઇડ વિરોધાભાસ" ગણાવી ભારતીય લોકશાહીનો બચાવ કર્યો
ચૂંટણી કમિશનર સામેના વિરોધ પ્રદર્શનો વચ્ચે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોની જામનગર મુલાકાત : યુએનના હસ્તક્ષેપને ફગાવીને વિરોધને લોકશાહીનો અંતર્ગત ભાગ ગણાવ્યો

નવી દિલ્હી : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષી પક્ષો અને વિદ્યાર્થી સંગઠનો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનો પર સંયુક્ત રાષ્ટ્ર ના નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલી ટીકાને યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ સખત શબ્દોમાં ફગાવી દીધી છે. બે દિવસીય ભારત પ્રવાસે આવેલા અને હાલ જામનગર પહોંચેલા રુબિયોએ "યુએન નિષ્ણાતો" શબ્દ પર જ કટાક્ષ કરતા તેને વિરોધાભાસી ગણાવ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે અમેરિકા ભારતની આંતરિક અને રાજકીય બાબતોમાં કોઈ દખલગીરી કરશે નહીં, કારણ કે ભારત એક જીવંત લોકશાહી છે જ્યાં મુક્ત ચૂંટણીઓ અને વૈચાર્દિક મતભેદો સ્વાભાવિક છે.
માર્કો રુબિયોએ શાંતિપૂર્ણ રાજકીય ચર્ચા અને હિંસક અશાંતિ વચ્ચેનો સ્પષ્ટ તફાવત રેખાંકિત કર્યો હતો. યુરોપમાં થતા હિંસક આંદોલનો અને રમખાણોનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, ઇમારતોમાં તોડફોડ કે આગચંપી સિવાય લોકો દ્વારા પોતાના વિચારો રજૂ કરવા તે લોકશાહીની સુંદરતા છે. તેમણે ક્યુબા જેવા સરમુખત્યાર દેશોનું ઉદાહરણ આપતા કહ્યું કે ત્યાં વિપક્ષી નેતાઓને બોલવાની સ્વતંત્રતા હોતી નથી અને જેલ કે દમનનો સામનો કરવો પડે છે, જ્યારે ભારતમાં લોકશાહી પ્રક્રિયાઓ અંતર્ગત લોકો પોતાના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે.
આ અગાઉ યુએનના ૨૦ થી વધુ માનવાધિકાર નિષ્ણાતોએ ભારતમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન પોલીસ કાર્યવાહીની સ્વતંત્ર તપાસ કરવાની માંગ કરી હતી. તેના જવાબમાં યુએન ખાતેના ભારતીય રાજદ્વારી બરખા તામ્રાકરે પણ સ્પષ્ટ કર્યું હતું કે માનવાધિકારના નામે કોઈપણ દેશ પર સંગઠિત રાજકીય દબાણ લાવવું અયોગ્ય છે. નોંધનીય છે કે, વિપક્ષ દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રોસેસ સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે, જ્યારે ચૂંટણી પંચનું કહેવું છે કે આ પ્રક્રિયાનો હેતુ માત્ર બોગસ અને મૃતક મતદારોના નામો દૂર કરવાનો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
