<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

અમેરિકા, રશિયા અને ચીનની ઐતિહાસિક બેઠક પહેલાં યુનો નું મહત્વપૂર્ણ નિવેદન : પરમાણુ શસ્ત્રો ઘટાડવાની સમજૂતી થાય તો સંપૂર્ણ સહયોગ આપવા તૈયારી જાહેર

અમેરિકા, રશિયા અને ચીનની ઐતિહાસિક બેઠક પહેલાં સંયુક્ત રાષ્ટ્રનું મહત્વપૂર્ણ નિવેદન : પરમાણુ શસ્ત્રો ઘટાડવાની સમજૂતી થાય તો સંપૂર્ણ સહયોગ આપવા તૈયારી જાહેર

મનીલા, તા. ૧૬ : સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે આજે જણાવ્યું છે કે અમેરિકા, રશિયા અને ચીનના વડાઓ વચ્ચે યોજાનારી બેઠકમાં પરમાણુ શસ્ત્રો ઘટાડવા અંગે કોઈ સમજૂતી થાય તો સંયુક્ત રાષ્ટ્ર તેના અમલમાં સંપૂર્ણ સહયોગ આપવા તૈયાર છે. 

ફિલિપાઇન્સના મનીલામાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટ કર્યું કે આવી સમજૂતી થશે તેની હજુ ખાતરી નથી. આગામી ૧૯ નવેમ્બરે ચીનના શેનઝેન શહેરમાં ત્રણેય મહાસત્તાઓના નેતાઓ મળવાના છે. 

ગુટેરેસે અમેરિકા અને ઈરાન વચ્ચે ગંભીર રાજદ્વારી મંત્રણા શરૂ કરવાની પણ હાકલ કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ એશિયાની અસ્થિરતા વૈશ્વિક અર્થતંત્રને નુકસાન પહોંચાડી રહી છે.

 

(4:25 PM IST)