હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
એકતાનગરમાં એકતાનો અવિરત નાદ : આઠમા નોરતે એકતા દિવસના આઠ વર્ષના સંભારણા તાજા, તસવીરોમાં કંડારાઈ રાષ્ટ્રીય એકતાની ઐતિહાસિક સફર
2018 થી 2025 સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ઉજવાયેલા રાષ્ટ્રીય એકતા દિવસની યાદગાર પળો જીવંત, આ વર્ષે 25 હજાર લોકો સાથે ભવ્ય ઉજવણીનું આયોજન

રાજપીપળા તા.૧૭ : નવરાત્રિના આઠમા નોરતાના પાવન અવસરે એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની આઠ વર્ષની યાદગાર સફર તસવીરોના માધ્યમથી ફરી જીવંત બની છે.
માહિતી બ્યુરોના જણાવ્યા અનુસાર, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે 31 ઓક્ટોબરે ઉજવાતા રાષ્ટ્રીય એકતા દિવસની વર્ષ 2018 થી 2025 સુધીની તસવીરો ઐતિહાસિક પળોને કાયમી સંભારણામાં જાળવી રાખે છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ભવ્ય પૃષ્ઠભૂમિમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિ, સરદાર પટેલને પુષ્પાંજલિ, સુરક્ષા દળોની શિસ્તબદ્ધ એકતા પરેડ અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓની તસવીરો આ સફરનો ઐતિહાસિક દસ્તાવેજ બની છે.
નોંધનીય છે કે, આ વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં આશરે 25 હજાર લોકો સહભાગી બનશે. જેમાં પોલીસ અને અર્ધલશ્કરી દળોના આશરે 10 હજાર જવાનોની ભવ્ય પરેડ યોજાશે, જ્યારે દેશના વિવિધ રાજ્યોના આશરે 4,700 કલાકારો સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા ‘એકતામાં વિવિધતા’ની ઝાંખી રજૂ કરશે.
નાગરિકો માટે એકતા પરેડમાં જોડાવા http://www.rashtriyaektadiwas.com વેબસાઇટ શરૂ કરવામાં આવી છે, જ્યાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકાશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
