હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઉત્તર પ્રદેશમાં ફરી સત્તા મળશે તો સમાન નાગરિક સંહિતાઃ અમિતભાઈ શાહ: અખિલેશનો કટાક્ષઃ ‘ આવવામાં બહુ મોડું કર્યું
કહ્યું કે ચૂંટણીમાં હારજીત ભાષણોથી નક્કી થતી નથી; તેનો નિર્ણય જનતા કરે છે: ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો

લખનૌ :કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી પછી ભાજપ ફરી સત્તામાં આવશે તો સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જાહેરાત કરી છે. લખનૌમાં ભાજપની પ્રદેશ કાર્યસમિતિની બેઠકને સંબોધતાં તેમણે વર્ષ ૨૦૨૭માં સતત ત્રીજી વખત સરકાર રચવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. શાહે કાર્યકરોને મતભેદો ભૂલી ચૂંટણીની તૈયારીમાં લાગી જવા આહ્વાન કર્યું હતું.
સમાજવાદી પાર્ટી પર પ્રહાર કરતાં શાહે દાવો કર્યો કે અખિલેશ યાદવનો પક્ષ આગામી ત્રીસ વર્ષ સુધી રાજ્યમાં સરકાર બનાવી શકશે નહીં. તેમણે યોગી આદિત્યનાથ સરકારની કાયદો અને વ્યવસ્થાની કામગીરીની પ્રશંસા કરી અને ભાજપની સ્થિતિ મજબૂત હોવાનું જણાવ્યું હતું.
બીજી તરફ અખિલેશ યાદવે શાહના આગમન અને નિવેદનો વચ્ચે ‘આવતાં બહુ મોડું કર્યું’ એવો કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે ચૂંટણીમાં હારજીત ભાષણોથી નક્કી થતી નથી; તેનો નિર્ણય જનતા કરે છે. બંને નેતાઓના નિવેદનોથી આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય ટકરાવ વધ્યો છે. બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, બંને નાયબ મુખ્યમંત્રીઓ અને પક્ષના આગેવાનો હાજર રહ્યા હતા. સમાન નાગરિક સંહિતા અંગેની જાહેરાત આગામી સરકાર માટેનું ચૂંટણીવચન છે; તેને રાજ્યમાં કાયદો અમલમાં આવી ગયો હોવાનું સમજવું નહીં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
