<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

કેન્દ્રીય મંત્રીમંડળે બ્રિક્સ સમિટના સફળ આયોજન માટે પીએમ મોદીના નેતૃત્વની પ્રશંસા કરી.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ સમિટના સફળ આયોજનની પ્રશંસા કરતો ઠરાવ વાંચ્યો, જેને તમામ કેન્દ્રીય મંત્રીઓએ તાળીઓના ગડગડાટથી પસાર કર્યો.

નવી દિલ્હી :આજની બેઠકમાં, કેન્દ્રીય મંત્રીમંડળે બ્રિક્સ સમિટના સફળ આયોજન માટે પીએમ મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી . કેબિનેટ મંત્રીઓએ બ્રિક્સ સમિટ દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન અને યુએઈના નેતા અને અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન વચ્ચેની મુલાકાતની પણ પ્રશંસા કરી હતી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ સમિટના સફળ આયોજનની પ્રશંસા કરતો ઠરાવ વાંચ્યો હતો જેને તમામ કેન્દ્રીય મંત્રીઓએ તાળીઓના ગડગડાટથી પસાર કર્યો હતો .

(10:33 PM IST)