તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 17th May 2026
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ગાંધીનગરને આપી મોટી ભેટ: 620 કરોડના અલગ અલગ વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત
ગાંધીનગરના સેક્ટર-1 ખાતે અંદાજે 10.51 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો અદ્યતન 'ઓક્સિજન પાર્ક' શહેરની સુંદરતામાં વધારો કરશે

ગાંધીનગર :કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે તેમના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આશરે 620 કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ કર્યા હતા. આ પ્રોજેક્ટ્સ દ્વારા ગાંધીનગરના શહેરી માળખાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ વિકાસકાર્યોમાં સૌથી આકર્ષક પાસું ગાંધીનગરના સેક્ટર-1 ખાતે નિર્મિત નવો બગીચો છે. અંદાજે 10.51 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો અદ્યતન 'ઓક્સિજન પાર્ક' શહેરની સુંદરતામાં વધારો કરશે. 19,038 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલો આ પાર્ક સ્થાનિક રહીશો માટે સ્વાસ્થ્ય અને પર્યાવરણની દૃષ્ટિએ મહત્વનો સાબિત થશે.
620 કરોડના આ ખર્ચે ગાંધીનગર મનપા વિસ્તારમાં અન્ય પાયાની સુવિધાઓ જેવી કે રોડ-રસ્તા, ડ્રેનેજ અને જાહેર જનતા માટેના અન્ય મહત્વના કામોનો પણ સમાવેશ થાય છે. અમિત શાહે આ પ્રસંગે ગાંધીનગરને એક આધુનિક અને હરિયાળું શહેર બનાવવા માટેની સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.
(5:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
