<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો વિશાખાપટ્ટનમ ખાતેનો પ્રસ્તાવિત પ્રવાસ છેલ્લી ઘડીએ રદ

તેઓ વિશાખાપટ્ટનમ પહોંચીને 31મી સઆઈઆઈ (CII) પાર્ટનરશીપ સબ્મિટ અને 'વુમન એન્ડ ડેવલપમેન્ટ સમિટ'નું ઉદ્ઘાટન કરવાના હતા,

નવી દિલ્હી :કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહનો આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતેનો પ્રસ્તાવિત પ્રવાસ છેલ્લી ઘડીએ રદ કરવામાં આવ્યો છે. પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ, તેઓ વિશાખાપટ્ટનમ પહોંચીને 31મી સઆઈઆઈ (CII) પાર્ટનરશીપ સબ્મિટ અને 'વુમન એન્ડ ડેવલપમેન્ટ સમિટ'નું ઉદ્ઘાટન કરવાના હતા, તેમજ આંધ્રપ્રદેશના વિવિધ મહત્વના વહીવટી, રાજકીય અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને ચર્ચા કરવાના હતા. જોકે, છેલ્લી ક્ષણે આ પ્રવાસ રદ થતાં હવે CII સદસ્યતા સમેલનનું ઉદ્ઘાટન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલની ઉપસ્થિતિમાં યોજાશે.

(1:31 PM IST)