<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

E20 ઇથેનોલ ઇંધણ અંગેની ટીકાઓને ફગાવી કેન્દ્રીય મંત્રીએ વિરોધ રાજકીય પ્રેરિત હોવાનો આરોપ લગાવ્યો

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે E20 પેટ્રોલ વૈજ્ઞાનિક રીતે પરીક્ષણ કરાયેલું, સુરક્ષિત અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રમાણિત ઇંધણ છે. એપ્રિલ 2023થી ભારતમાં 20 કરોડથી વધુ ટુ-વ્હીલર અને 20 લાખથી વધુ ફોર-વ્હીલર E20 ઇંધણ પર ચાલી રહ્યા છે.

નવી દિલ્હી : કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઈથેનોલ મિશ્રિત ઇંધણ(E20)ને લઈને થઈ રહેલી ટીકાઓને ફગાવી દેતાં જણાવ્યું હતું કે, E20 પેટ્રોલ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક રીતે પરીક્ષણ કરાયેલું, સુરક્ષિત અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રમાણિત ઇંધણ છે. તેમણે આરોપ કર્યો હતો કે E85 ઇંધણ માટે અનુકૂળ વાહનોની શરૂઆત પછી ઈથેનોલ મિશ્રિત ઇંધણ વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવાનું અભિયાન તેજ થઈ ગયું છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં મંત્રીએ જણાવ્યું કે-ભારતમાં એપ્રિલ 2023 થી E15, એપ્રિલ 2024 થી E19 અને એપ્રિલ 2025 થી E20 ઇંધણનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આટલા મોટા પાયે તેના ઉપયોગ છતાં કોઈ મોટી સમસ્યા સામે આવી નથી. દેશમાં 20 કરોડથી વધુ ટુ-વ્હીલર અને 20 લાખથી વધુ ફોર-વ્હીલર ઘણા વર્ષોથી સફળતાપૂર્વક E20 ઇંધણ પર ચાલી રહ્યા છે. આમ છતાં, અચાનક ઈથેનોલ મિશ્રણ વિરુદ્ધ અભિયાન તેજ થઈ ગયું છે

તેમણે દાવો કર્યો હતો કે 5 જૂનના રોજ ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો માટે E85 ઇંધણ લોન્ચ કરવામાં આવ્યા બાદ આ પ્રકારની ટીકાઓ વધવા લાગી છે. તેમણે આ પગલાંને ભારતની આયાતી ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવાની દિશામાં એક મોટું પગલું ગણાવ્યું હતું.
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ પણ કહ્યું કે-જો સમય અને ઘટનાક્રમને ધ્યાનથી જોવામાં આવે તો આ પેટર્નને નજરઅંદાજ કરવી મુશ્કેલ છે. E85 અનુકૂળ વાહનોની શરૂઆત થયાના તરત જ બાદ ઈથેનોલ મિશ્રિત ઇંધણને લઈને ડર ફેલાવવાનો પ્રયાસ શરૂ થઈ ગયો. ભારત પોતાની

(9:49 PM IST)