તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
બિહારની લગ્નપરંપરા અને વિવાહવિધિમાં અતિ પવિત્ર મણાતા 'સિંદૂરદાની' અર્થાત 'સિંહોરા'નું અનોખું મહાત્મ્ય: ખાસ પ્રકારના લાકડા અને વિશેષ રંગોથી અત્યંત કાળજીપૂર્વક તૈયાર કરાય છે નારીના અખંડ સૌભાગ્યનું આ પ્રતીક
સામાન્ય પેઇન્ટને બદલે પરંપરાગત રીતે બનાવવામાં આવતા આ સિંહોરા વગર અપૂર્ણ મણાય છે બિહારી લગ્નપ્રસંગો, વરરાજા કે કન્યા પક્ષ માટે આ પવિત્ર વસ્તુના નિર્માણની પદ્ધતિ છે ખૂબ જ રસપ્રદ અને આશ્ચર્યજનક

પટના: ભારતીય સંસ્કૃતિમાં લગ્નપ્રસંગો સાથે અનેકવિધ લોકપરંપરાઓ અને વિશિષ્ટ રીત-રિવાજો જોડાયેલા છે, જેમાં બિહારની પરંપરાગત લગ્નવિધિમાં 'સિંહોરા'નું સ્થાન અનન્ય અને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. સ્ત્રીના અખંડ સુહાગ અને સૌભાગ્યનું ચિહ્ન ગણાતો સિંહોરા એક ખાસ પ્રકારનું કાષ્ઠનું પાત્ર છે, જેના વગર બિહારી લગ્નની વિધિ અધૂરી ગણાય છે.
આ પવિત્ર સિંહોરાનું નિર્માણ કોઈપણ સાધારણ લાકડામાંથી નથી થતું, પરંતુ તેને બનાવવા માટે એક ખાસ પ્રકારના વૃક્ષના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. એટલું જ નહીં, તેના પર કરવામાં આવતો રંગ પણ કોઈ સામાન્ય કેમિકલયુક્ત પેઇન્ટ નથી હોતો, પરંતુ પરંપરાગત અને કુદરતી પદ્ધતિથી તૈયાર કરાયેલા વિશિષ્ટ રંગો વડે તેને સજાવવામાં આવે છે. અત્યંત કુશળ ક કારીગરો દ્વારા આ કલાત્મક અને ધાર્મિક મહત્વ ધરાવતા સિંહોરાને આકાર આપવામાં આવે છે. લગ્નપ્રસંગ દરમિયાન કન્યાને આપવામાં આવતો આ સિંહોરા જીવનભર તેના સુહાગનું પ્રતીક બની રહે છે, જેના કારણે તેનું સાંસ્કૃતિક તેમજ ધાર્મિક મૂલ્ય અનન્ય છે.
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
