હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દેશના 17 રાજ્યોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ અને વીજળી પડવાની સંભાવના સાથે એલર્ટ જાહેર
દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ અને આસપાસના વિસ્તારોમાં 70-80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે: નાગરિકોને ખુલ્લા વિસ્તારોમાં ન રહેવા અને સાવચેતી રાખવા સૂચના

નવી દિલ્હી :દેશભરમાં હાલમાં હવામાન વિભાગે એક તરફ હીટવેવની ભયંકર ચેતવણી આપી છે, તો બીજી તરફ અનેક રાજ્યોમાં ભારે પવન અને કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. દેશના વિવિધ રાજ્યોમાં બદલાતા વાતાવરણને લઇ IMDએ અપડેટ આપી છે.
ભારત હવામાન વિભાગની આગાહી મુજબ, 21 મેના રોજ દેશના 17 રાજ્યોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ અને વીજળી પડવાની સંભાવના સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ અને આસપાસના વિસ્તારોમાં 70-80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેની અસર રાત્રિના સમયે જોવા મળી શકે છે. નાગરિકોને ખુલ્લા વિસ્તારોમાં ન રહેવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન માટે આગામી 26 મે સુધીનો સમય ખૂબ જ કષ્ટદાયક રહેશે. યુપીના લખનૌ, કાનપુર અને પ્રયાગરાજ જેવા શહેરોમાં તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે, જ્યારે રાજસ્થાનમાં તાપમાન 48 ડિગ્રી સુધી જઈ શકે છે. પંજાબના અમૃતસર અને લુધિયાણામાં પણ હીટવેવને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આકરા તડકાની સાથે કેટલીક જગ્યાએ ધૂળની ડમરીઓ પણ જોવા મળી શકે છે.
બીજી તરફ, બિહારના પટના, ભાગલપુર અને મુઝફ્ફરપુરમાં 21 થી 26 મે દરમિયાન ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જે કાળજાળ ગરમીથી થોડી રાહત આપી શકે છે. તો આ બાજુ ઉત્તર ભારતના રાજ્યો, જેમકે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીર જેવા પર્વતીય વિસ્તારોમાં પણ વાતાવરણ પલટાશે અને કરા પડવાની શક્યતા છે. પર્વતીય વિસ્તારોમાં ફરવા ગયેલા પ્રવાસીઓને માટે હવામાનમાં થતા ફેરફારને ધ્યાનમાં રાખીને સુરક્ષિત રહેવા અને મુસાફરીમાં સાવધાની રાખવા સૂચના આપવામાં આવી છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને વાવાઝોડા જેવી સ્થિતિને કારણે સાવધ રહેવું અત્યંત જરૂરી છે. કુદરતી આફતોના આ સમયમાં તંત્રના નિર્દેશોનું પાલન કરવું જ હિતમાં છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
